નર્મદાના નીર:અમરેલી જિલ્લાના ચાર જળાશયો સૌની યોજના લીંક-4નું સફળ ટેસ્ટીંગ

ધારી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હવે ખોડિયાર-મુંજીયાસર-વડી અને ઠેબી ડેમ નર્મદાના નીરથી ભરવામાં આવશે

અમરેલી જિલ્લાના ચાર જળાશયોને સૌની યોજના લીંક-4માથી નર્મદાના પાણીથી ભરવાનુ આયોજન છે ત્યારે આજે આ લીંક યોજનાનુ સફળતાથી ટેસ્ટીંગ કરાયુ હતુ. જેનાથી ધારી બગસરા અને અમરેલી પંથકના ડેમો નર્મદાના પાણીથી ભરી શકાશે.

અમરેલી જિલ્લામા સિંચાઇની કોઇ મોટી સુવિધા નથી. વળી અમરેલી જિલ્લાને નર્મદાની નહેર થકી પણ સિંચાઇનો કોઇ લાભ મળતો નથી. જિલ્લામા જે જળાશયો છે તે પણ ખુબ નાના કદના છે. અને ચોમાસા દરમિયાન વરસતા વરસાદથી પણ આ જળાશયો ખાલી રહી જાય છે. મતલબ કે આ નાના જળાશયોમાથી પણ ખેડૂતોને માત્ર નામની સિંચાઇનો જ લાભ મળે છે. આવા સંજોગોમા સરકારની સૌની યોજનાથી આ જળાશયો ભરવામા આવે તેવુ જિલ્લાની જનતા ઇચ્છી રહી છે. પરંતુ આ યોજનાના શરૂઆતના ફેઇઝમા અમરેલી જિલ્લો આવતો ન હતો.

ફેઇઝ-4મા હવે અમરેલીના જળાશયો સુધી લાઇન પહોંચાડવામા આવી છે. આજે મુંજીયાસર અને ધારી ડેમ સુધી પાણી પહોંચાડવાનુ સફળ ટેસ્ટીંગ ધારાસભ્ય જે.વી.કાકડીયાની ઉપસ્થિતિમા હાથ ધરાયુ હતુ. મુંજીયાસર ડેમના ઉપરવાસમા માવજીંજવા નજીક સંપ બનાવાયો છે. જયાંથી રસ્તામા આવતા અન્ય નાના જળાશયો પણ ભરી દેવાયા છે. જયારે ખોડિયાર ડેમ માટે લુંધીયામા સંપ બનાવાયો છે. જયાં પણ સફળતાથી પાણી પહોંચ્યુ હતુ. અને આસપાસના ચેકડેમો ભરાયા હતા. હાલમા ખોડિયાર ડેમ છલોછલ ભરેલો છે.

ધારાસભ્ય જે.વી.કાકડીયાએ જણાવ્યું હતુ કે ખાંભા નજીકનો મોભનેશ ડેમ પણ નર્મદાના પાણીથી ભરવાનુ આયોજન છે. જે માટેની પાઇપ લાઇનનુ કામ ચાલી રહ્યું છે. જે પુર્ણ થયા બાદ મોભનેશ ડેમ પણ ભરાશે.

હામાપુરનો ડેમ ભરી દેવાયો
સૌની યોજનાનુ આ ટેસ્ટીંગ હજુ બે દિવસ સુધી ચાલુ રહેશે. હાલમા જુદાજુદા સંપમા પાણી પહોંચતા હામાપુરનો ડેમ પણ આ પાણીથી ભરાયો હતો. ઉપરાંત રસ્તામા આવતા અન્ય ચેકડેમો પણ નર્મદાના નીરથી ભરાયા છે.

અન્ય સમાચારો પણ છે...