માગ:ધારીથી રાજકોટ, ગાંધીનગર રૂટની એસટી બસ શરૂ કરો

ધારી12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બજરંગ ગૃપ દ્વારા ડેપો મેનેજરને રજૂઆત

ધારી એસટી ડેપોમાથી ઉપડતી રાજકોટ અને ગાંધીનગર રૂટની બસ કોઇ કારણોસર બંધ કરી દેવામા આવતા મુસાફરોને પારાવાર મુશ્કેલી પડી રહી છે. ત્યારે આ પ્રશ્ને બજરંગ ગૃપ દ્વારા ડેપો મેનેજરને રજુઆત કરવામા આવી છે.

બજરંગ ગૃપના પ્રમુખ પરેશભાઇ પટ્ટણી દ્વારા ડેપો મેનેજરને કરાયેલી રજુઆતમા જણાવાયું હતુ કે ધારી ડેપોમાથી ઉપડતી રાત્રીના 9 કલાકે ધારી ગાંધીનગર અને સવારે 5:45 કલાકે રાજકોટ મેટ્રોલીંક તેમજ બપોરે 1:45 કલાકે ધારી રાજકોટ રૂટની બસ કોઇપણ કારણો વગર બંધ કરી દેવામા આવી છે.

ધારી અને ગ્રામ્ય વિસ્તારના લોકોએ આ બસ ખુબ જ ઉપયોગી છે. અનેક લોકો રાજકોટ અને ગાંધીનગર કામ સબબ જતા હેાય છે. ત્યારે એસટી દ્વારા આ ત્રણેય રૂટ બંધ કરી દેવામા આવતા મુશ્કેલી પડી રહી છે. આ રૂટમા પુરતા પ્રમાણમા ટ્રાફિક પણ મળી રહે છે ત્યારે તાકિદે આ રૂટ શરૂ કરવા માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...