તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ચલાલામાં 65 કટા ઘઉં અને ચોખાનો શંકાસ્પદ જથ્થો સીઝ

ધારી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રેશનકાર્ડ ધારકો પાસેથી અનાજ ઉઘરાવી એકઠું કરાતું"તું
  • તંત્રએ એક લાખનો મુદ્દામાલ ઝડપી લીધો

ધારીમા તાજેતરમા એક ગાેડાઉનમાથી સસ્તા અનાજની દુકાનમા આપવાનાે 5.37 લાખનાે અનાજનાે શંકાસ્પદ જથ્થાે ઝડપાયા બાદ આજે તંત્રએ બાતમીના આધારે ચલાલામા પણ એક મકાનમાથી 65 કટ્ટા ઘઉં,ચાેખાનાે શંકાસ્પદ જથ્થાે ઝડપી પાડયાે હતાે. ચલાલામા અનાજનાે શંકાસ્પદ જથ્થાે ઝડપાવાની આ ઘટના સાટાેડીપરા વિસ્તારમા બની હતી.

અહીના ઓસમાણ અહેમદભાઇ રાઠાેડના મકાનમા રેશનીંગના અનાજનાે શંકાસ્પદ જથ્થાે હાેવાની બાતમી તંત્રને મળી હતી. જેને પગલે ધારીના મામલતદાર પ્રતિપાલસિંહ ઝાલાની સુચનાથી પુરવઠા મામલતદાર અને પુરવઠા મામલતદાર એસ.એમ.તલાટી સ્ટાફ સાથે અહી દાેડી ગયા હતા. અહીથી ઘઉં,ચાેખાના 65 કટા ઝડપાયા હતા. રૂપિયા એક લાખનાે આ મુદામાલ તંત્રએ શંકાસ્પદ ગણી સીઝ કરી દીધાે હતાે. અહી કાર્ડધારકાે પાસેથી અનાજ ઉઘરાવીને એકઠુ કરાતુ હાેવાની તંત્રને ભાળ મળી હતી.

અન્ય સમાચારો પણ છે...