તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ધારીમાં નશાખોરો સામે પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી. અહીં એક જ દિવસમાં 15 લોકો દારૂ વેચતા અને પીતા પોલીસની ઝપટે ચડયા હતા. પોલીસે તેમની સામે ગુનો દાખલ કરી રાતભર લોક-અપમાં રાખ્યા હતા.ધારી પોલીસ સ્ટેશનના પીએસઆઇ એન.એ. વાઘેલા અને સ્ટાફે શહેરમાં નશો કરેલી હાલતમાં કરતા શખ્સો સામે લાલ આંખ કરી હતી.
પોલીસે શહેરભરમાં દારૂની બદીને ડામવા માટે સ્પેશ્યલ ડ્રાઇવનું આયોજન કર્યું હતું. અહીં એક જ દિવસમાં 15 લોકો નશો કરેલી હાલતમાં ઝડપાયા હતા. તેમજ દારૂનું વેંચાણ કરતા તત્વો પણ પોલીસની ઝપટે ચડયા હતા. બીજી તરફ અમરેલી પાેલીસે અેક જ દિવસમા જિલ્લામાથી 197 શખ્સાેને નશાે કરેલી હાલતમા ઝડપી લીધા હતા. જયારે જુદાજુદા 52 સ્થળેથી દેશીદારૂ પણ કબજે લીધાે હતાે.
પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.