તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અનલોક:જન્માષ્ટમીના તહેવાર પર આંબરડી સફારી પાર્કમાં 2800 પ્રવાસીઓએ સિંહ દર્શન કર્યા

ધારી22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વનવિભાગને પાંચ દિવસમા 4.45 લાખની આવક થઇ : તહેવાર પૂર્ણ થતાં પ્રવાસીઓની ભીડ ઘટી

ધારી નજીક આવેલ આંબરડી સફારી પાર્કમા જન્માષ્ટમીના તહેવાર પર પ્રવાસીઓ ઉમટી પડયા હતા. અહી સાતમ આઠમ સહિત પાંચ દિવસમા 2800 જેટલા પ્રવાસીઓએ સિંહ દર્શનનાે લ્હાવાે લીધાે હતાે. જેને પગલે વનવિભાગને 4.45 લાખની આવક થઇ હતી.કાેરાેના કાળમા પાછલા દાેઢેક વર્ષથી લાેકાે કયાંય હરવા ફરવા માટે જઇ શકયા ન હતા. જાે કે અનલાેક બાદ અને સરકાર દ્વારા અપાયેલ છુટને પગલે જન્માષ્ટમીના તહેવાર પર માેટી સંખ્યામા પ્રવાસીઅાે જુદાજુદા સ્થળે ફરવા માટે નીકળી પડયા હતા. ત્યારે ધારી નજીક આવેલ આંબરડી સફારી પાર્કમા પણ સાતમ આઠમ સહિત પાંચ દિવસમા માેટી સંખ્યામા પ્રવાસીઓની ભીડ જાેવા મળી હતી.

અહી વાહનાેના થપ્પા લાગી ગયા હતા. અહી પાંચ દિવસમા 2800 જેટલા પ્રવાસીઓએ સિંહ દર્શન કર્યા હતા.આ ઉપરાંત પ્રવાસીઓએ આંબરડી સફારી પાર્ક નજીક આવેલ સુપ્રસિધ્ધ ગળધરા ખાેડિયાર મંદિરે પણ દર્શનનાે લ્હાવાે લીધાે હતાે. તેમજ તુલસીશ્યામ મંદિર તરફ પણ માેટી સંખ્યામા પ્રવાસીઓએ વાટ પકડી હતી. જન્માષ્ટમીના તહેવારમા વનવિભાગને 4.45 લાખની આવક થઇ હતી. હાલ આંબરડી સફારી પાર્કમા પાંચ સિંહાે છે. સફારી પાર્કમા લઇ જવા માટે વનવિભાગે અહી ચારેક જેટલી બસાે પણ ગાેઠવી હતી. જાે કે હાલ જન્માષ્ટમીનાે તહેવાર પુર્ણ થતા અહી પ્રવાસીઓની ભીડ ઘટી ગઇ છે.

અન્ય સમાચારો પણ છે...