મહેમાનોનું આગમન:ધારીનાં આંબરડી પાર્કમાં સિંહણ શૈલજાએ 3 બચ્ચાને જન્મ આપ્યો

ધારીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સીસીટીવીથી બચ્ચા પર નજર રાખતું તંત્ર

આંબરડી સફારી પાર્કની સિંહણ શૈલજાને ત્યાં પારણું બંધાયું છે. આ સિંહણને આજે ત્રણ બચ્ચાને જન્મ આપ્યો હતો. ધારી નજીકના આંબરડી સફારી પાર્કમાં ત્રણ નવા મહેમાનોનું આગમન થયું છે. અહીંની સિંહણ શૈલજાએ ત્રણ બચ્ચાને જન્મ આપ્યો છે. બે નર અને એક માદા બચ્ચાને તેણે જન્મ આપ્યો છે. અહીંના સિંહ ભગત અને શૈલજાની જોડી ખૂબ જ જાણીતી જોડી છે. આ ત્રણેય સિંહ બાળનો પિતા ભગત હોવાનું માનવામાં આવે છે. હાલમાં વહીવટીતંત્ર દ્વારા ત્રણેય બચ્ચા પર સીસીટીવીની મદદથી દેખરેખ રાખવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...