ફફડાટ:લાખાપાદરની સીમમાં દોઢ વર્ષની બાળકી પર દીપડાનો હુમલો : ખેડૂતોમાં ફફડાટ

ધારી18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

ધારી તાલુકાના લાખાપાદરની સીમમા ગતરાત્રીના વાડીમા સુતેલી અેક દાેઢ વર્ષની બાળકી પર દીપડાઅે હુમલાે કરી દીધાે હતાે. ઇજાગ્રસ્ત બાળકીને સારવાર માટે ચલાલા દવાખાને ખસેડાઇ હતી. ઘટનાને પગલે વનવિભાગનાે સ્ટાફ અહી દાેડી ગયાે હતાે.

બાળકી પર દીપડાના હુમલાની અા ઘટના ગીરપુર્વની સરસીયા રેંજમા લાખાપાદર ગામની સીમમા બની હતી. અહી કિશાેરભાઇ કુંભાણીની વાડીઅે ખેતમજુરી કામ કરતા પરિવારની જયા પ્રવિણભાઇ બામણીયા ઉંમર વર્ષ દાેઢ નામની બાળકી પર રાત્રીના સાડા અાઠેક વાગ્યાના સુમારે દીપડાઅે હુમલાે કરી દીધાે હતાે. બાળકીઅે રાડારાડ કરી મુકતા પરિવારના સભ્યાેઅે હાકલા પડકારા કરતા દીપડાે નાસી છુટયાે હતાે. બાળકીને પીઠના ભાગે ઇજા પહાેંચતા સારવાર માટે ચલાલા દવાખાને ખસેડવામા અાવી હતી.

ઘટનાને પગલે વનવિભાગનાે સ્ટાફ દાેડી ગયાે હતાે. અને દીપડાને પકડવા માટે પાંજરા ગાેઠવાયા હતા. હાલ ખેતીની સિઝન ચાલી રહી હાેય ખેડૂતાે વાડી ખેતરાેમા જ હાેય છે તેની વચ્ચે દીપડાના અાંટાફેરાથી અા વિસ્તારના લાેકાેમા ભય ફેલાયાે છે. અને તાકિદે અા દીપડાને પાંજરે પુરવા પણ માંગ ઉઠી છે. દીપડાના અાંટાફેરા અને બાળકી પર હુમલાની ઘટનાથી અા વિસ્તારના ખેડૂતાે અને લાેકાેમા ભય જાેવા મળી રહ્યાે છે.

અન્ય સમાચારો પણ છે...