આદેશ:2.21 લાખની બનાવટી નોટ કેસમાં જૂનાગઢના શખ્સને 10 વર્ષની કેદ

ધારી16 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 5 આરાેપીને નિર્દાેષ : અેપાર્ટમેન્ટમાં જ પ્રિન્ટરની મદદથી નાેટાે છાપી બજારમાં ઘુસાડતાે હતાે

ધારીમા ત્રણ વર્ષ પહેલા ઝડપાયેલી રૂપિયા 2.21 લાખની બનાવટી નાેટના કેસમા અાજે ધારીની અદાલતે જુનાગઢમા રહેતા મુખ્ય સુત્રધારને 10 વર્ષની સખત કેદની સજા ફટકારી હતી. જયારે પાંચ શખ્સાેને નિર્દાેષ છાેડી મુકાયા હતા. ધારીની અદાલતે ડુપ્લીકેટ નાેટના કેસમા મુળ મેંદરડા તાલુકાના દાતરાણા ગામના અને હાલમા જુનાગઢમા વિશ્વકર્મા સાેસાયટી સનસાઇન પેલેસમા રહેતા ધર્મેન્દ્ર પ્રફુલચંદ્ર ત્રિવેદીને અા સજા ફટકારી છે.

અા શખ્સ અા સાેસાયટીમા જ રહેતા વિક્રમસિંહ કેસરસિંહ પવારની સાથે મળી પાેતાના અેપાર્ટમેન્ટમા જ નકલી નાેટાે છાપી બજારમા ઘુસાડતા હતા. 2019ના જાન્યુઅારી માસમા બે હજાર પાંચસાે, સાે તથા દસના દરની બનાવટી નાેટાે છાપી જીજે 11 બીઅેચ 3640 નંબરની ગાડીમા વિસાવદરથી ધારી અાવી રહ્યાં હતા ત્યારે અમરેલી અેલસીબીઅે તેમને ઝડપી લીધા હતા.

તે સમયે તેમની પાસેથી 2,21,220ની 610 બનાવટી નાેટાે ઝડપાઇ હતી. ઉપરાંત કલર પ્રિન્ટર, કાગળ, કાતર જેવાે સામાન પણ કબજે લેવાયાે હતાે. અેલસીબી પીઅાઇ કરમટા તથા તેની ટીમે તપાસ કરી હતી. દરમિયાન અા અંગેનાે કેસ અાજે ધારી કાેર્ટમા ચાલી જતા ધર્મેન્દ્ર ત્રિવેદીને 10 વર્ષની સખત કેદની સજા અને પાંચ હજારનાે દંડ ફટકારાયાે હતાે.

જયારે વિક્રમ પવાર તથા ત્યારબાદ જુનાગઢના જે અારાેપીના નામ ખુલ્યા હતા તે જતીન છગન ડાેબરીયા, રવિરાજ હંસરાજ મકવાણા, ઉમેશ કાંતીભાઇ સુવાગીયા અને રમેશ ઝાપડીયા રહેવાસી વડાળ તમામને અદાલતે નિર્દાેષ છાેડી મુકવા હુકમ કર્યાે હતાે. જુનાગઢના નિર્દાેષ છુટેલા અારાેપી તરફે વકિલ તરીકે રવિકુમાર જાેશી રાેકાયા હતા.

અન્ય સમાચારો પણ છે...