આવેદન:જૂનાગઢ દેલવાડા, અમરેલી ટ્રેન ફરી શરૂ કરવા ચેમ્બર ઓફ કોમર્સે આપ્યું આવેદન

ધારી4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોનામાં બંધ કરેલી ટ્રેન નહી શરૂ થાય તો ઉપવાસ આંદોલનની ચિમકી

જૂનાગઢ – દેલવાડા અને જૂનાગઢ – અમરેલી ટ્રેન કોરોના મહામારીમાં રેલવે વિભાગે બંધ કરી દીધી હતી. પણ હજુ સુધી આ બંને ટ્રેન શરૂ કરાઈ નથી. જેના કારણે 8 તાલુકાના મુસાફરો પરેશાન થઈ રહ્યા છે. ત્યારે તાત્કાલીક આ બંને ટ્રેન જૂના સમય પ્રમાણે શરૂ કરવા ધારી ચેમ્બર ઓફ કોમર્સ અને બજરંગ ગૃપે સ્ટેશન માસ્તરને આવેદન પત્ર પાઠવ્યું હતું. તેમજ ટ્રેન શરૂ નહી કરાઈ તો ઉપવાસ આંદોલન પર ઉતરવાની ચિમકી પણ ઉચ્ચારી હતી.

ધારી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ પરેશભાઈ પટ્ટણીએ આવેદનમાં જણાવ્યું હતું કે વર્ષોથી દોડતી જૂનાગઢ- દેલવાડા અને જૂનાગઢ અમરેલી ટ્રેન કોરોના મહામારીમાં બંધ કરી દેવામાં આવી હતી. પણ હવે જનજીવન ફરી ધમધમતુ થયું છે. છતાં પણ રેલવે વિભાગે કોરોનામાં બંધ કરેલ આ બંને ટ્રેન શરૂ કરી નથી. જેના કારણે ધારી, ચલાલા, તાલાલા, વિસાવદર, બિલખા વિગેરે તાલુકાના મુસાફરો હાડમારી વેઠી રહ્યા છે.ટ્રેનમાં દરરોજ અપડાઉન કરતા વેપારીઓને ખાનગી વાહનોમાં તગડા ભાડા ચુકવી મુસાફરી કરવી પડે છે.

અન્ય સમાચારો પણ છે...