તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગંદકીના પગલે લોકો ત્રાહિમામ:ધારીના ગોવિંદપુર ગામે ગટરના ગંદા પાણી માર્ગો પર વહેતા લોકો પરેશાન

ધારીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ગંદકીના પગલે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા : તાત્કાલિક ગટરની સફાઈ કરો

ધારી તાલુકાના ગોવિંદપુર ગામના ખોડિયારપરામાં ગટરના ગંદા પાણી માર્ગો પર વહ્યા હતા. અહીં ગંદકીના કારણે સ્થાનિક લોકો પરેશાન થઈ ગયા છે. મચ્છરનો ઉપદ્રવ વધતા ખોડિયારપરામાં આગામી દિવસોમાં મચ્છરજન્ય રોગચાળો ફેલાય તેવી દહેશત ઉભી થઇ છે. ધારી તાલુકાના ગોવિંદપુરમાં વિકાસના કાર્યો થયા છે. પણ કામગીરીમાં લોલમલોલ જોવા મળે છે. અહીંના વોર્ડ નંબર 2માં આવેલ ખોડિયારપરામાં ખુલ્લી ગટર વારંવાર ઉભરાતી રહે છે. જેના કારણે ગટરના ગંદા પાણી માર્ગો પર વહે છે.

અહીં ગંદકીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. સ્થાનિક લોકોએ તંત્રને અનેક વખત રજૂઆત કરી હતી. પણ નિર્ભમ્મ તંત્રના પેટનું પાણી પણ હલતું નથી. ગોવિંદપુરના ખોડિયારપરામાં મચ્છરનો ઉપદ્રવ પણ વધ્યો છે. તેની સાથે સાથે ખોડિયારપરામાં બનેલ બ્લોક રોડમાંથી બ્લોક પણ ઉખડી ગયા છે. તેવા સમયે ગામના સરપંચ ખોડિયારપરામાં ઉભરાતી ગટર સહિતના પ્રશ્નનું નિરાકરણ લાવે તેવી સ્થાનિક લોકોમાં માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો