આયોજન:ધારીમાં પવિત્ર એકાદશીએ હિન્દુ મુસ્લિમ બાળાઓએ રાસની રમઝટ બોલાવી

ધારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શિવશકિત ગરબી મંડળ દ્વારા 40 વર્ષથી નવરાત્રીનું આયાેજન કરવામાં આવે છે

ધારીમા નવી વસાહત યાેગીનગર ખાતે શિવશકિત ગરબી મંડળ દ્વારા ગઇકાલે પવિત્ર અેકાદશીના દિવસે રાસ ગરબાનુ અાયાેજન કરાયુ હતુ. અહી હિન્દુ મુસ્લિમ બાળાઅાેઅે રાસની રમઝટ બાેલાવી કાેમી અેકતાનુ ઉમદા ઉદાહરણ પુરૂ પાડયું હતુ.શિવશકિત ગરબી મંડળના મુખ્ય અાયાેજક મુસ્લિમ સમાજના છાેટુભાઇ બ્લાેચ હતા. જેઅાેનુ અાઠ વર્ષ પહેલા નિધન થયુ હતુ. અહી 40 વર્ષથી નવરાત્રીનુ અાયાેજન કરવામા અાવે છે. અહીના રહિશાેઅે અા પરંપરા હજુ પણ જાળવી રાખી છે. ગઇકાલે પવિત્ર અેકાદશીના પર્વે અહી હિન્દુ મુસ્લિમ બાળાઅાે માટે રાસનુ અાયાેજન કરાયુ હતુ.

જેમા બાળાઅાેઅે પ્રાચીન અર્વાચીન રાસની રમઝટ બાેલાવી હતી. અહી ખાેડિયાર માતાજીનાે અખંડ દીવાે તેમજ લાપસીના પ્રસાદનુ અાયાેજન કરવામા અાવ્યું હતુ. અહી ભજનીક ભીખારામબાપુ, દલપતરામબાપુ સહિતની ઉપસ્થિતિમા દીકરીઅાેને લ્હાણી અાપવામા અાવી હતી. અહી બાળાઅાેને સાેના ચાંદીના નાકની દાણા સહિત ચિજવસ્તુઅાે ભેટ સ્વરૂપે અર્પણ કરાઇ હતી. સલીમભાઇ હુદાણી સહિત અાગેવાનાેઅે જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...