તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રેરણાદાયી:બગસરા-હામાપુરમાં શિક્ષકાેએ પોતાના સંતાનાેને સરકારી શાળામાં પ્રવેશ અપાવ્યાે

ધારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શિક્ષણ માટેનું શ્રેષ્ઠ આંતર માળખું સરકારી શાળાઓમાં હોય છે
  • સરકાર તરફથી અપાતા મફત અને શ્રેષ્ઠ શિક્ષણની દિશાની રાહ ચિંધી

સરકારી અને ગ્રાન્ટેડ શાળાઅાેમા વાલીઅાે પાેતાના સંતાનાેને પ્રવેશ અપાવવા તરફ દાેટ મુકી છે. બગસરા અને હામાપુરમા અાચાર્ય અને શિક્ષકાેઅે પણ સંતાનાેને સરકારી શાળામા પ્રવેશ અપાવી સરકાર તરફથી અપાતા મફત અને શ્રૈષ્ઠ શિક્ષણની લાેકાેને રાહ ચિંધી છે.હામાપુર પ્લાેટ શાળાના અાચાર્ય પરેશભાઇ બાેરડે પાેતાની દીકરીને સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામા પ્રવેશ અપાવી સમાજને સરકારી શિક્ષણની રાહ બતાવી છે.

તેમના મતે વિષય નિષ્ણાંત શિક્ષકાે, અાેનલાઇન શિક્ષણ, અેકમ કસાેટી, શિષ્યવૃતિ વિગેરે અનેક પ્રવૃતિઅાે સરકારના અાયાેજન મુજબ કરાવવામા અાવી રહી છે. અા ઉપરાંત હામાપુર હાઇસ્કુલના નવા નિમાયેલા શિક્ષક બાબુભાઇ પરમાર પણ પાેતાના સંતાનને બગસરાની ગાેકુળપરા શાળા નં-2મા પ્રવેશ અપાવ્યાે હતાે. સરકારી શાળામા ફરજ બજાવતા શિક્ષકાેઅે પાેતાના સંતાનાેને સરકારી શાળામા જ પ્રવેશ અપાવી પ્રેરણાદાયી પહેલા કરી છે.

અન્ય સમાચારો પણ છે...