સ્વાગત:ધારીના બે યુવાન યુક્રેનથી પરત ફરતા પરિવારમાં ખુશી

ધારી6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોં મીઠા કરી બંને વિદ્યાર્થીનું સ્વાગત કરાયું

મુળ સરસીયા અને હાલ ધારીમા રહેતા સંકેત બાલાભાઈ કથીરીયા અને મોઇન ફીરોજખાન પઠાણ નામના બંને યુવાનો યુક્રેનમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે ફસાયા હતા. અહી સંકેત એમબીબીએસના પાંચમાં તો મોઇન ચોથા વર્ષમાં અભ્યાસ કરતા હતા. યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ થતા સરસીયા સ્થિત પરિવાર આકુળ વ્યાકુળ હતો. અને ચિંતામાં મુકાયો હતો.

ત્યારે આજે આ બંને યુવાનો માદરે વતન પરત ફર્યા હતા. જેના કારણે પરિવારે પણ રાહતનો શ્વાસ લીધો હતો.આ પ્રસંગે ધારી તાલુકા ભાજપ અને બજરંગ ગૃપે બંને યુવાનોને હાર પહેરાવી મો મીઠા કરી સ્વાગત કર્યું હતું. આ તકે ભગુભાઈ પટ્ટણી, જીતુભાઈ જોષી, અશોકભાઈ પટ્ટણી, જીજ્ઞેશગીરી, દીનેશભાઈ બલદાણીયા અને પરેશભાઈ પટ્ટણી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...