રજુઆત:નિવૃત કર્મચારીને ચડત પગાર ચૂકવવામાં ગ્રા. પં. ના ઠાગાઠૈયા

ધારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 15 દિવસની અંદર તેમની તમામ બાકી રકમ ચૂકવી આપો
  • 28 માસનો ચડત પગાર તથા રજાનો પગાર 7 માસથી ચૂકવ્યો નથી

ધારી ગ્રામ પંચાયતના એક કર્મચારી સાત માસ પહેલા નિવૃત થયા હોવા છતા ગ્રામ પંચાયત દ્વારા તેમનો 28 માસનો ચડત પગાર અને અન્ય હક્કો ચુકવવામા ઠાગાઠૈયા કરાઇ રહ્યાં હોય આ અંગે તેમણે સેક્રેટરીને રજુઆત કરી છે.

ધારીના મહેન્દ્રભાઇ કેશવલાલ દેવમુરારી ગ્રામ પંચાયતમાથી ગત મે માસથી નિવૃત થયા હતા. તેમણે 33 વર્ષ ગ્રામ પંચાયતમા ફરજ બજાવી હતી. અગાઉ ઓકટ્રોય કલાર્ક અને બાદમા વેરા શાખામા તેમણે ફરજ બજાવી હતી. હાલમા તેમનુ પેન્શન પણ મંજુર થયુ ન હોય આવકનુ કોઇ સાધન નથી. તેઓ ગ્રામ પંચાયતમા નિવૃત થયા ત્યારે 28 માસનો ચડત પગાર બાકી હતો. એટલુ જ નહી નિવૃતિની 300 દિવસ એટલે કે દસ માસની રજાનુ રોકડ રૂપાંતરનુ ચુકવણુ પણ બાકી છે.

તેમણે ગ્રામ પંચાયતના સરપંચ અને સેક્રેટરીને કરેલી રજુઆતમા જણાવ્યું છે કે તેઓ હાર્ટના પેશન્ટ છે અને આવકનુ કોઇ બીજુ સાધન નથી. પેન્શન પણ મળતુ ન હોય આર્થિક સંકડામણ અનુભવુ છું. તેમણે 15 દિવસની અંદર તેમની તમામ બાકી રકમ ચુકવી આપવા માંગણી કરી છે.

અન્ય સમાચારો પણ છે...