આયોજન:અમરેલીના ધારી અને કુંકાવાવમાં ઇ-એફઆઇઆર સેમીનાર યોજાયો

ધારી13 દિવસ પહેલા
  • કૉપી લિંક
ટેકનોલોજીના ઉપયોગ થકી લોકો ઘર બેઠા જ વાહન કે મોબાઇલ ચોરી વિગેરે ફરીયાદ પોલીસમા કરી શકશે. - Divya Bhaskar
ટેકનોલોજીના ઉપયોગ થકી લોકો ઘર બેઠા જ વાહન કે મોબાઇલ ચોરી વિગેરે ફરીયાદ પોલીસમા કરી શકશે.
  • પોલીસવડા સહિત અધિકારીઓએ વિદ્યાર્થીઓ અને લોકોને માર્ગદર્શન આપ્યું

તાજેતરમા સરકારના ગૃહ વિભાગ દ્વારા ટેકનોલોજીના ઉપયોગ થકી લોકો ઘર બેઠા જ વાહન કે મોબાઇલ ચોરી વિગેરે ફરીયાદ પોલીસમા કરી શકે તે હેતુથી ઇ-એફઆઇઆર સુવિધાનો આરંભ કરાયો છે. ત્યારે આજે ધારી અને કુંકાવાવમા પોલીસ અધિકારીઓ દ્વારા સેમીનાર યોજી છાત્રો અને લોકોને આ સુવિધાથી માહિતગાર કર્યા હતા. ધારીમા જિલ્લા પોલીસવડા હિમકર સિંઘના અધ્યક્ષસ્થાને સેમીનારનુ આયોજન કરાયુ હતુ. સેમીનારમા વિદ્યાર્થીઓ, વેપારીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા.

અહી સ્લાઇડ પર વિડીયો મારફત આ સુવિધા વિશે માહિતી અને માર્ગદર્શન અપાયુ હતુ. મહિલા કોલેજના આચાર્ય રાજેશભાઇ દવે, ડીવાયએસપી ચૌધરી, પીએસઆઇ ડી.સી.સાકરીયા વિગેરે દ્વારા સેમીનારને સફળ બનાવવા જહેમત ઉઠાવાઇ હતી. આ ઉપરાંત વડીયાના કુંકાવાવ ખાતે વ્રજ વિદ્યાલયમા સેમીનારનુ આયોજન કરાયુ હતુ. અહી ઇન્ચાર્જ પીએસઆઇ પી.બી.સાંખટ, પી.ડી.કલસરીયા, અભયસિંહ મોરી, ગઢવીભાઇ વિગેરેએ છાત્રો અને લોકોને માર્ગદર્શન આપ્યું હતુ. આ પ્રસંગે ગોપાલ અંટાળા, સંજય ડોબરીયા, દેવાભાઇ, ઉદયભાઇ, કૌશિકભાઇ મકવાણા વિગેરે ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...