તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:ધારીમાં નવી બની રહેલી હોસ્પિટલમાં ડાયાલીસીસ સેન્ટર શરૂ કરવા માંગણી

ધારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બજરંગ ગૃપ અને ચેમ્બર ઓફ કોમર્સની રજૂઆત

ધારીમાં નવી બની રહેલી સિવીલ હોસ્પિટલમાં ડાયાલીસીસ સેન્ટર શરૂ કરવા બજરંગ ગૃપ અને ચેમ્બર ઓફ કોમર્સે રજૂઆત કરી છે. અહી દર્દીઓને ડાયાલીસીસ કરાવવા માટે અન્ય શહેરમાં જવું પડે છે. જેના કારણે અનેક પડકારોનો સામનો કરવો પડે છે. ધારી બજરંગ ગૃપના પ્રમુખ પરેશભાઈ પટણીએ જણાવ્યું હતું કે ધારીના ગ્રામ્ય વિસ્તારમાં ડાયાલીસીસ કરાવવું પડે તેવા અસંખ્ય દર્દીઓ છે. જેમાંથી અનેક દર્દીને દર અઠવાડિયે ડાયાલીસીસ કરાવવું પડે છે. પણ ધારીમાં એક પણ ડાયાલીસીસ સેન્ટર નથી.

જેના કારણે ના છુટકે દર્દીને અન્ય શહેરમાં જવું પડે છે. જેના કારણે લોકોના નાણાંનો વેડફાટ થઈ રહ્યો છે. અને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.ધારીમાં નવી સિવીલ હોસ્પિટલ બની રહી છે. જેમાં સાંસદ અને ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ડાયાલીસીસ વોર્ડ તૈયાર કરી બે મશીન ફાળવણી કરવા જરૂરી બન્યા છે. તેમજ ફિજીશ્યન ડોક્ટરની નિમણૂંક કરવા બજરંગ ગૃપ અને ચેમ્બરે માંગણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...