માંગ:ધારી તાલુકાની ગૌશાળામાં પશુ દીઠ સબસીડી આપવા ઉઠી માંગ

ધારી13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધારાસભ્ય અને મામલતદારને આવેદનપત્ર પાઠવાયું

ધારી તાલુકાની સમગ્ર પાંજરાપાેળ ગાૈશાળા મંડળ દ્વારા અાજરાેજ ધારાસભ્ય તેમજ મામલતદારને અાવેદનપત્ર પાઠવી ગાૈશાળા તથા પાંજરાપેાળમા પશુ દીઠ સબસીડી અાપવા માંગણી કરવામા અાવી હતી.પુરૂષાેતમ લાલજી ગાૈલાેક સેવાધામ ટ્રસ્ટ અને ધારી તાલુકાની સમગ્ર પાંજરાપાેળ ગાૈશાળા મંડળ દ્વારા ધારાસભ્ય જે.વી.કાકડીયા તેમજ મામલતદારને પાઠવાયેલા અાવેદનમા જણાવાયું હતુ કે ગાૈશાળા તથા પાંજરાપાેળાેને અા મુશ્કેલ સમયમા કાયમી પશુદીઠ સબસીડી અાપવામા અાવે તે જરૂરી છે.

બાબુભાઇ ઢાેલાઅે જણાવ્યું હતુ કે ઉતરપ્રદેશ સરકાર તથા રાજસ્થાન સરકાર દ્વારા અા મુશ્કેલ સમયમા પશુઅાેના નિભાવ માટે ત્યાંની સંસ્થાને 30 થી 40 રૂપિયા પ્રત્યેક પશુ દીઠ નિભાવ માટે અાપવામા અાવે છે.વધુમા જણાવાયું હતુ કે અાપણી સંસ્કૃતિ પ્રમાણે અાપણેસહુઅે સાથે મળીને ગાયાેની રક્ષણ કરવાની અાપણી ફરજ છે. અને અા વિશાળ કામગીરી લાેકહિતની હાેય સરકારના સહયાેગ વગર અા ભગીરથ કાર્ય થઇ શકે તેમ ન હાેય અા બાબતે યાેગ્ય નિર્ણય લેવા માંગણી કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...