તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંગ:ધારીમાં લોકડાઉનમાં બંધ કરાયેલ ટ્રેન વ્યવહાર ફરી શરૂ કરવા માંગ

ધારીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ચેમ્બર ઓફ કોમર્સ અને બજરંગ ગૃપે સ્ટેશન માસ્તરને આવેદન પાઠવ્યું

ધારીમાં લોકડાઉનમાં બંધ કરવામાં આવેલ ટ્રેન વ્યવહાર ફરી શરૂ કરવા માટે ચેમ્બર ઓફ કોમર્સ અને બજરંગ ગૃપે સ્ટેશન માસ્ટરને આવેદન પાઠવી રજુઆત કરી છે. છેલ્લા 10 માસથી બંધ ટ્રેનના કારણે મુસાફરોને મુશ્કેલી વેઠવી પડે છે.

કોરોના ના કારણે ભાવનગર રેલવે ડિવિઝન દ્વારા અમરેલી - વેરાવળ અને જૂનાગઢ - અમરેલી સુધીની ટ્રેન છેલ્લા 10 માસથી બંધ કરી દીધી છે. જેના કારણે ધારી પંથકના મુસાફરોને અમરેલી અને વિસાવદર જવા માટે મુશ્કેલી પડે છે. ઉપરાંત ખાનગી વાહનોમાં તગડા ભાડા ચૂકવવા પડે છે. ત્યારે ધારી ચેમ્બર ઓફ કોમર્સ અને બજરંગ ગૃપે બંધ કરેલી ટ્રેન ફરી શરૂ કરવા સ્ટેશન માસ્ટરને આવેદન પત્ર પાઠવી રજુઆત કરી હતી. ઉપરાંત સાંસદ નારણભાઇ કાછડીયા અને ધારાસભ્ય જે.વી.કાકડીયાને પણ રજુઆત કરી ટ્રેન શરૂ કરાવવા માટે માંગણી કરી છે.

ભાવનગર રેલવે ડિવિઝન દ્વારા આગામી દિવસોમાં ટ્રેન વ્યવહાર શરૂ નહી કરાય તો વિસાવદર, અમરેલી અને ચલાલામાં ચેમ્બર ઓફ કોમર્સ આવેદન પત્ર આપશે. ધારીમાં આવેદન પાઠવવામાં પરેશભાઇ પટ્ટણી, ધર્મેન્દ્ર લહેરી અને તેજસ ભટ્ટ જોડાયા હતા. તસ્વીર : અરૂણ વેગડા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો