તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દીપડાનો આતંક:પાણીયાદેવ ગામની સીમમાં વાડીએ સુતેલા યુવાન પર દીપડાનાે હુમલો

ધારી8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શિકારે નીકળેલા દીપડાએ યુવકને માથેથી પકડી ખેંચ્યાે

ચલાલાની પાણીયા ગામની સીમમા શાંતીલાલ ગુલાબભાઇ કટારા (ઉ.વ.35) નામનાે યુવાન ગઇરાત્રે વાડીએ સુતો હતો ત્યારે દીપડાએ તેમના પર હુમલાે કર્યાે હતાે. આ યુવાન ખુલ્લામા સુતાે હતો તે સમયે શિકારની શાેધમા આવી ચડેલા દીપડાએ યુવકને શિકાર સમજી તેના પર હુમલાે કરી દીધાે હતાે.

યુવકને માથા અને ગળાના ભાગેથી પકડી દીપડાએ ખેંચી જવા પ્રયાસ કર્યાે હતાે. જાે કે રાડારાડ થતા દીપડાે તેને પડતાે મુકી નાસી ગયાે હતાે. ઘાયલ યુવકને લાેહીલુહાણ હાલતમા સારવાર માટે ચલાલા હાેસ્પિટલમા દાખલ કરવામા આવ્યાે હતાે.

બીજી તરફ બનાવની જાણ થતા વનવિભાગનાે સ્ટાફ ઘટના સ્થળે દાેડી ગયાે હતાે. અને હુમલાે કરનાર દીપડાને પકડવા માટે આ વિસ્તારમા પાંજરા ગાેઠવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...