તપાસ:શેત્રુંજી નદીમાં ડૂબેલા વૃદ્ધની લાશ ખોડિયાર ડેમમાંથી મળી

ધારી7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વૃદ્ધ ધારીના નવાબપરામાં વસવાટ કરે છે
  • વૃદ્ધને તાવ આવે ત્યારે રસ્તો ભુલી જવાની તકલીફ હતી

ધારીમા નબાપરામા રહેતા એક વૃધ્ધને તાવ આવે ત્યારે રસ્તો ભુલી જવાની તકલીફ હોય તેઓ શેત્રુજી નદીના પાણીમા ડૂબી જતા તેમની લાશ ખોડિયાર ડેમના કાંઠેથી મળી આવી હતી. પાણીમા પડી ડૂબી જતા વૃધ્ધના મોતની આ ઘટના ધારીમા બની હતી. અહીના નબાપરામા રહેતા છગનભાઇ ગોવિંદભાઇ રૂડાણી (ઉ.વ.75) નામના વૃધ્ધની અહીના ખોડિયાર ડેમના કાંઠેથી લાશ મળી આવી હતી. ઘટનાને પગલે સ્થાનિક પોલીસ અહી દોડી ગઇ હતી અને વૃધ્ધની લાશને પીએમ માટે સરકારી દવાખાને ખસેડવામા આવી હતી.

મૃતક વૃધ્ધના પુત્ર દિલીપભાઇ રૂડાણીએ ધારી પોલીસને એવુ જણાવ્યું હતુ કે તેમના પિતા છગનભાઇને તાવ આવે ત્યારે રસ્તો ભુલી જવાની તકલીફ હોય જેથી શેત્રુજી નદીના પાણીમા ડૂબી ગયા હતા. બનાવની વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ કે.કે.રાઠોડ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...