હડતાલ:16 મહિનાનાે પગાર ન મળતાં ધારી ગ્રા. પં.ના સફાઇ કામદારાે હડતાલ પર

ધારી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પગાર બાેનસ સાથે ચૂકવી દઇશું કહી દિવાળીમાં સફાઇ કરાવી લીધી

ધારી ગ્રામ પંચાયતમા કાયમી અને રાેજમદાર સફાઇ કામદારાેને 16 માસથી પગાર ચુકવવામા અાવ્યાે ન હાેય કામદારાે હડતાલ પર ઉતરી ગયા છે. ગ્રામ પંચાયત દ્વારા દિવાળી પહેલા અા કામદારેાને પગાર બાેનસ સાથે ચુકવી દેવાની ખાતરી અાપી કામગીરી કરાવી લીધી હતી પરંતુ હજુ સુધી પગાર કે બાેનસ ન ચુકવતા સફાઇ કામદારાે મુંઝવણમા મુકાયા છે.

ગ્રામ પંચાયત દ્વારા અમુક સફાઇ કામદારાેને બે પાંચ માસનાે તાે અમુકને 16 માસથી પગારનુ ચુકવણુ કરાયુ નથી. જેને પગલે સફાઇ કામદારાે હડતાલ પર છે. દિવાળી પહેલાનાે અા પ્રશ્ન હતાે. જાે કે દિવાળી પહેલા વેપારી મંડળના મુકેશભાઇ રૂપારેલીયાઅે સફાઇ કામદારાેને સરપંચ પાસે લઇ જઇ સમજાવટ કરી હતી.

અને સફાઇ કામદારાેને ત્રણ પગાર અને બાેનસ અાપવાનાે વાયદાે કરાયાે હતાે. સફાઇ કામદારાે પાસે દિવાળીમા કામગીરી કરાવી લીધી પરંતુ બાદમા ફરી ઠેંગાે બતાવી દીધાે હતાે. જેને પગલે સફાઇ કામદારાેમા પણ રાેષ જાેવા મળી રહ્યાે છે. 16 માસથી પગાર ચુકવાયાે ન હાેય સફાઇ કામદારાેના પરિવારનુ ગુજરાન ચલાવવુ મુશ્કેલ થઇ પડયુ છે.

સરકારમાંથી જકાતની ગ્રાંટ અાવી નથી
સરપંચ જીતુભાઇ જાેષીઅે જણાવ્યું હતુ કે સરકાર દ્વારા જકાત વધારાની ગ્રાંટ અાપવાની હાેય તે હજુ અપાઇ નથી. અા ઉપરાંત દિવાળી પહેલા પંચાયતની અેફડી તાેડીને પગાર અને બાેનસ ચુકવવાનુ નક્કી કરાયુ હતુ. અા અંગે ટીડીઅાેને લેખિતમા જાણ કરાઇ હતી પરંતુ હજુ સુધી પગાર બીલ બન્યુ ન હાેય સફાઇ કામદારાેને પગાર કે બાેનસ ચુકવાયુ નથી.

અન્ય સમાચારો પણ છે...