કામગીરી:ધારીના શખ્સની પાસા હેઠળ ધરપકડ, અમદાવાદ ધકેલાયો

ધારી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મારામારી, દારૂબંધીના 5 ગુનામાં સંડોવાયો હતો

ધારીના પ્રેમપરામા રહેતા માથાભારે શખ્સની આજે પોલીસે પાસા હેઠળ ધરપકડ કરી અમદાવાદ જેલમા ધકેલી દીધો છે. અમરેલી એલસીબીના સુત્રોએ જણાવ્યું હતુ કે ધારીના પ્રેમપરા વિસ્તારમા રહેતા માવજી પુનાભાઇ વાઘેલા નામના શખ્સની પાસા હેઠળ ધરપકડ કરવામા આવી છે.

આ શખ્સ ધારી અને અમરેલી તાલુકા પોલીસની હદમા જુદાજુદા પાંચ ગુનામા સંડોવાયેલો છે. તે મારામારી, રાયોટીંગ ઉપરાંત દારૂબંધીના કેસમા પણ સંડોવાયેલો છે. પોલીસવડાની સુચનાથી ધારીના પીએસઆઇ ડી.સી.સાકરીયાએ માવજી વાઘેલા સામે પાસાની દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજીસ્ટ્રેટ સમક્ષ મોકલી હતી. અને જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા આ દરખાસ્ત મંજુર કરવામા આવતા એલસીબી પીઆઇ આર.કે.કરમટા તથા તેની ટીમે આજે આ શખ્સની પાસા હેઠળ ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...