માદક પદાર્થો:સરસિયામાં 1.960 ગ્રામ ગાંજા સાથે શખ્સ ઝડપાયો

ધારી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઘરના ફળિયામાં ફુલછોડની આડસમાં ગાંજાના વૃક્ષો વાવ્યા હતાં: રૂા. 9800 નો મુદ્દામાલ કબજે

જિલ્લામા માદક પદાર્થોનુ વેચાણ અને હેરાફેરી કરતા તત્વો સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે એસઓજી પોલીસે ધારીના સરસીયામા એક રહેણાંકમાથી 1.960 ગ્રામ ગાંજાના-6 છોડ સાથે એક શખ્સને ઝડપી લીધો હતો.

ગાંજા સાથે શખ્સ ઝડપાયાની આ ઘટના ધારીના સરસીયામા બની હતી. જિલ્લા પોલીસવડા હિમકર સિંઘની સુચનાથી એસઓજીના ઇન્ચાર્જ પીઆઇ એસ.એમ.સોની તથા ટીમે બાતમીના આધારે ધારીના સરસીયામા જગ્યાવાળુ પરૂ વિસ્તારમા રહેતા હસમુખ મધુભાઇ વાઘેલાના રહેણાંકમા તપાસ કરી હતી.

હસમુખે તેના મકાનના ફળીયામા ફુલછોડની આડશમા ગાંજાના છોડનુ વાવેતર કર્યુ હોય પોલીસે લીલા ગાંજાના છ છોડ 1.960 ગ્રામ કિમત રૂપિયા 9800ના મુદામાલ સાથે તેને ઝડપી પાડયો હતો. પોલીસે તેની સામે એનડીપીએસ એકટ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. તસવીર- અરૂણ વેગડા

અન્ય સમાચારો પણ છે...