તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:દલખાણિયાની સીમમાં રખાેપુ કરતા આધેડ પર સિંહનાે હુમલાે

ધારી13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઘેટાં-બકરાંના બદલે માલિક પર હુમલાે કર્યો

ગીરપુર્વની દલખાણીયા રેંજમા ભુતડા વિસ્તારમા ગઇરાત્રે માલઢાેરનુ રખાેપુ કરી રહેલા અાધેડ પર શિકારની શાેધમા નીકળેલા સાવજે હુમલાે કરી ઘાયલ કરી દેતા તેમને સારવાર માટે દવાખાને ખસેડવામા અાવેલ છે. હજુ બે દિવસ પહેલા જ ચલાલા નજીક ગરમલી ગામની સીમમા મધરાતે દીપડાઅે બે મહિલાને ઘાયલ કરી દીધાની ઘટના તાજી છે. ત્યાં હવે ધારીના દલખાણીયાની સીમમા સિંહે માલધારી પર હુમલાે કર્યાની ઘટના બની છે.

દલખાણીયા રેંજની સેમરડી બીટ નીચે દલખાણીયાની સીમમા ભુતડા વિસ્તારમા કાનાભાઇ સાર્દુળભાઇ વાઘેલા (ઉ.વ.50) નામના અાધેડ પર અા હુમલાે થયાે હતાે. તેના માલઢાેર તેમણે ગામની સીમમા ઝાેક બનાવીને રાખ્યાં હતા. અને તેઅાે માલઢાેરનુ રખાેપુ કરવા અહી સુતા હતા.

અા સમયે ગતરાત્રે ત્રણેક વાગ્યાના સુમારે શિકારની શાેધમા અેક સિંહ અાવી ચડયાે હતાે. અને તેણે કાનાભાઇ પર હુમલાે કરી દઇ માથાના પાછળના ભાગે તથા કાન પર ઇજા પહાેંચાડી હતી. તેમને સારવાર માટે પ્રથમ ધારી બાદ અમરેલી સિવીલમા રિફર કર્યા છે. સીમમા ખેડૂતાેની હાજરી વધી હાેય હિંસક પ્રાણીઅાેના માણસ પરના હુમલાની ઘટનાઅાે પણ વધી છે.

અન્ય સમાચારો પણ છે...