તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:ધારીમાં દુકાનમાં આગ ભભૂકી ઉઠી

ધારી5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ટીવી, ફ્રીજ સહિત ચિજવસ્તુ બળીને ખાક

ધારીમા રેલવે સ્ટેશન નજીક આવેલ એક દુકાનમા સાંજના સાડા ચારેક વાગ્યાના સુમારે અચાનક આગ ભભુકી ઉઠી હતી. થોડીવારમા જ આગે વિકરાળરૂપ ધારણ કરતા દુકાનમા રહેલ ટીવી, ફ્રીજ સહિત ચિજ વસ્તુઓ બળીને ખાક થઇ ગઇ હતી. ઘટનાને પગલે આસપાસના લોકો આગ બુઝાવવા દોડી આવ્યા હતા. પોલીસ પણ દોડી ગઇ હતી.દુકાનમા આગ લાગ્યાની આ ઘટના ધારીમા બની હતી. સુત્રોમાથી જાણવા મળતી વિગત અનુસાર અહીના રેલવે સ્ટેશન નજીક અજયભાઇ વનરાની હાર્વી સેલ્સ એજન્સી નામની દુકાનમા સાંજના સાડા ચારેક વાગ્યાના સુમારે અચાનક આગ ભભુકી ઉઠી હતી. આગ ભભુકી ઉઠતા આસપાસના લોકો આગ બુઝાવવા મદદે દોડી આવ્યા હતા. જો કે થોડીવારમા જ આગે વિકરાળરૂપ ધારણ કર્યુ હતુ. જેને પગલે દુકાનમા રહેલ ટીવી, ફ્રીજ સહિત વસ્તુઓ બળીને ખાક થઇ ગઇ હતી.આગ બુઝાવવા સેવાભાવી યુવક એજાજ કટારીયા તેમજ દેવીપુજક યુવકો સહિત આસપાસના લોકો દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવ્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસ પણ દોડી આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આજે શહેરમા વિજ કાપ પણ હતો અને વિજળી પણ ન હતી. જો કે આગ કઇ રીતે લાગી તેનુ કારણ સ્પષ્ટ થઇ શકયુ ન હતુ.

ફાયર ફાઇટર બંધ હાલતમાં
ધારીમા ગ્રામ પંચાયત ખાતે ફાયર ફાઇટર છે. પરંતુ પાછલા કેટલાક સમયથી ફાયર ફાઇટર બંધ હાલતમા પડયુ હોવાનુ જાણવા મળેલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો