તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:અમરેલીમાં મેડિકલ સ્ટોર સંચાલકને મરવા મજબૂર કરનાર વ્યાજખોરના 4 દિવસના રિમાન્ડ

ધારી12 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • 10 લાખની રકમનું દર મહિને 80 હજાર વ્યાજ વસુલતો હતો, પોલીસે ઉંડી તપાસ હાથ ધરી

અમરેલીના એક મેડિકલ સ્ટોર સંચાલકે થોડા સમય પહેલા ધારીના ખોડિયાર ડેમના ઘુનામાં પડી આપઘાત કરી લીધા બાદ નાના માંડવડાના પિતા-પુત્ર સહિત 3 વ્યાજખોરો સામે ગુનો નોંધાયો હતો. જે પૈકી મુખ્ય સૂત્રધારને આજે ધારી પોલીસે ઝડપી લઇ ચાર દિવસના રિમાન્ડ પર લીધો છે.અમરેલીમાં વિનાયક મેડિકલ સ્ટોર ચલાવતા સંદીપ નાથાભાઈ ધીનૈયા નામના યુવાને થોડા સમય પહેલા ધારીના ખોડિયાર ડેમના ઘુનામાં પડી પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું.

બનાવ અંગે તેના પત્ની લતાબેને નાના માંડવડા ગામના દિલુ આપાભાઈ વાળા અને તેના પુત્ર રણજીત ઉપરાંત અમરેલીના પ્રતાપ પરષોત્તમભાઈ કાછડિયા નામના શખ્સો સામે પોતાના પતિને મરી જવા મજબૂર કરવા સબબ ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે દિલુ વાળાએ તેના પતિને રૂપિયા 10 લાખની રકમ દર મહિનાના 8 ટકાના ઊંચા વ્યાજે આપી હતી. અને દર મહિને 80 હજાર વ્યાજ વસૂલતો હતો. તગડું વ્યાજ ચૂકવવા છતાં તે વધુ રકમની ઉઘરાણી કરતો હોય તેના પતિએ જીવન ટૂંકાવી લીધું હતું.

દરમિયાન ધારીના પીએસઆઇ એચ. જી. ગોહિલ અને એન. એ. વાઘેલાએ આજે દિલુ વાળાની ધરપકડ કરી હતી. અને અદાલતમાં રજૂ કરી 19મી તારીખ સુધીના રિમાન્ડ પર લીધો હતો. તેણે આ યુવકને કઈ રીતે વ્યાજના વિષચક્રમાં ફસાવ્યો હતો તેની ઉંડી તપાસ કરાશે.

વ્યાજખોરો સામે ફરિયાદ માટે લોકો આગળ આવે : પોલીસની અપીલ
દરમિયાન આજે પીએસઆઇ વાઘેલા તથા ગોહિલે ધારી ચલાલા અને અમરેલીના ગ્રામ્ય વિસ્તારના લોકોને આવા ઊંચા વ્યાજે નાણાં ધીરી લોકોની મિલકતો સહિતનું સર્વસ્વ પડાવી લેનાર વ્યાજખોરો સામે કોઈ જ ડર વગર ફરિયાદ માટે આગળ આવવા અપીલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો