માંગ:બગસરામાં કાપડ પર જીએસટી વધારા બાબતે વેપારીઓનો વિરોધ

બગસરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કાપડ એસોસિએશન દ્વારા આવેદન પાઠવી નવો કાયદો પાછો ખેંચવા માંગ કરી

તાજેતરમા સરકાર દ્વારા કાપડ, રેડીમેઇડ કપડા તેમજ હાેઝીયરી પર જીઅેસટી વધારીને 12 ટકા જેટલાે કરાતા અાજરાેજ બગસરામા કાપડ અેસાેસિઅેશન દ્વારા મામલતદાર મારફત મુખ્યમંત્રીને અાવેદન પાઠવી નવાે કાયદાે પાછાે ખેંચવા માંગ કરી હતી. બગસરા કાપડ અેસાે.ના પ્રમુખ મહેશભાઇ સરવૈયા, વિનુભાઇ ભરખડા, મનીષભાઇ નાંઢા, કિશાેરભાઇ, પ્રભુદાસ ભરખડા, લલીતભાઇ દેસાઇ, સંજયભાઇ ચુડાસમા, મિતુલભાઇ, તુષારભાઇ મહેતા મનાેજભાઇ, નિકુંજભાઇ સહિત વેપારીઅાેઅે અેકઠા થઇ મામલતદાર મારફત મુખ્યમંત્રીને અાવેદનપત્ર પાઠવ્યું હતુ.

અાવેદનમા જણાવાયું હતુ કે સરકાર દ્વારા કાપડ, રેડીમેઇડ કપડા, હાેઝીયરી પર 5 ટકા જીઅેસટી હતાે તેના બદલે તારીખ 1/1/22થી 12 ટકા જીઅેસટી કરવા નિર્ણય લેવાયાે છે. જેનાે સખત વિરાેધ કરવામા અાવે છે.કાેરાેના સમયમા સમગ્ર વેપારીઅાે બે વર્ષથી દંડ અને ધંધાની પરેશાની ભાેગવી હતી. તેમાથી માંડ બહાર અાવી ધંધાને વેગ મળ્યાે છે.

પરંતુ હાલમા સરકાર દ્વારા કાપડ પર 12 ટકા જીઅેસટી લગાવવાથી દરેકના ધંધામા માેટી અાડ અસર ઉભી થશે. ખાસ કરીને નાના વેપારીઅાે અને રીટેઇલ વેપારીઅાેને માેટુ નુકશાન જવાની ભીતિ છે. ત્યારે સરકાબર દ્વારા વધારાના જીઅેસટી દરને રદ કરવા ગંભીરતાથી વિચારણા કરી અને અા નવાે કાયદાે પાછાે ખેંચવામા અાવે તેવી માંગણી કરવામા અાવી છે. તસવીર- દર્શન ઠાકર

અન્ય સમાચારો પણ છે...