આયોજન:બગસરાના જૂની હળિયાદમાં ત્રિવિધ કાર્યક્રમ યોજાયો

બગસરા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દાતા દ્વારા નિર્મિત પોણા બે કરોડના કામોનું લોકાર્પણ કરાયું

બગસરા તાલુકાના જુની હળિયાદ ખાતે ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લેઉવા પટેલ સમાજ વાડીનું દોઢ કરોડના ખર્ચે નવનિર્માણ, ખીમાણી પરિવાર દ્વારા 21 લાખના ખર્ચે પ્રવેશ દ્વાર, પરસોતમ ભાઈ લાખાણી દ્વારા 4 લાખના ખર્ચે બસ સ્ટેન્ડ સહિતના પ્રકલ્પોનું નિર્માણ હિંમતભાઈ વાગડિયા, ચંદુભાઈ વાગડિયા, મનસુખભાઈ રાદડિયા, બ્રિજેશભાઈ ખીમાણી,હર્ષદભાઈ ખીમાણી, ડો. બીપીન ભાઈ પટોળીયા, કે. કે.વાગડીયા, બાબુભાઈ ઢોલરીયા, તથા ગામના વિવિધ દાતાઓ દ્વારા જુની હળિયાદ ગામ ખાતે તૈયાર કરવામાં આવ્યું હતું.

જેને તુલસી વિવાહ કાર્યક્રમ અંતર્ગત લોકભોગ્ય કરવામાં આવ્યું હતું. તૈયાર થયેલા આ પટેલ વાડીમાં નાગજીભાઈ રફાળીયા, શિવલાલભાઈ રફાળીયા, રમેશભાઈ વસ્તાણી, રમણીકભાઈ વસ્તાણી તથા ગામના સ્વયં સેવક દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. તસવીર-દર્શન ઠાકર

અન્ય સમાચારો પણ છે...