તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હોલિકા દહન:હોળીની જાળનું દિશાદર્શન આવનારા ચોમાસાના વર્ષ ફળ માટે અગત્યનું

બગસરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • હુતાશણીની ઝાળ, ચૈત્રી દનૈયા અને અખાત્રીજના પવન પરથી વર્ષ ફળનું અનુમાન કરાય છે

હોળી એટલે કે હુતાશની પર્વ દર વર્ષે આવે છે. અને પૌરાણિક સમયથી તેનું અનેરું મહત્વ રહેલું છે. હોલિકા દહન એટલે આસુરી શક્તિઓનું દહન. આપણા દોષ નિવારણ માટેનું આ પર્વ પ્રેરણાદાયી છે. હાેળીની જાળનુ દિશા દર્શન અાવનારા ચાેમાસાના વર્ષ ફળ માટે અગત્યનુ છે.

હોલિકા દહન સાથે આપણે આપણી અંદર રહેલી આસુરી શક્તિઓનું પણ દહન કરવું જોઈએ. બગસરાથી દર્શન ઠાકરના જણાવ્યા અનુસાર હોળીની જાળનું દિશાદર્શન આવનારા ચોમાસાના વર્ષ ફળ માટે પણ ખૂબ અગત્યનો માનવામાં આવે છે. જેથી દર વર્ષે ઉતાસણીની જાળ, ચૈત્રી દનૈયા અને અખાત્રીજના પવન પરથી વર્ષ ફળનું અનુમાન કરવામાં આવે છે. હુતાસણીની જાળ જો પૂર્વ તરફ જાય તો પ્રમાણસર વરસાદ થાય, રાજા અને પ્રજા સુખી થાય પશ્ચિમ તરફ જાય તો ઘાસચારા પુષ્કળ પ્રમાણમાં થાય, ઉત્તરમાં ધાન્યની વૃદ્ધિ થાય અને જો દક્ષિણ તરફ જાય તો દુષ્કાળ આવે તેવું માનવામાં આવે છે.

જાળ ઉંચે સીધી જાય તો રાજા અને દેશ બંને ઉપર સંકટ આવે અને જો ચારે બાજુ ઘોળાય તો રાજા અને પ્રજા બંને જૂરવે તેવું માનવામાં આવે છે. તારીખ 28 માર્ચના રોજ આ વર્ષે હોલિકા દહન હોય દરેક જાણકારોને દિશા દર્શન કરવા વિનંતી છે. જો કે હુતાસણી બાદ સામીજાળ પૂર્ણ થતાં અટકેલા શુભ કાર્યોની ફરીથી શરૂઆત થશે. જો કે 14 માર્ચથી શરૂ થયેલા મીનારક કામુહુર્તા 13 એપ્રિલ સુધી ચાલશે. રવિવારે આવતી હોળીનું ફળ સારું માનવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો