માગ:બગસરામાં નગરપાલિકા ખોદેલા ખાડામાં બાળક ડૂબી જતા માંડ બચ્યો

બગસરા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
ખાડો ખોદયો પણ સાઇન બોર્ડ ન મુક્યું. - Divya Bhaskar
ખાડો ખોદયો પણ સાઇન બોર્ડ ન મુક્યું.
  • લોકોની સર્તકતાને કારણે જીવ બચ્યો : તાત્કાલીક ખાડાનું પુરાણ કરવા માંગ

બગસરા નગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટરના રિપેરિંગ કામ માટે કેટલાય દિવસથી બગસરા મામલતદાર કચેરી પાસે ઊંડો ખાડો ખોદવામાં આવેલો હતો. આજે આવેલા વરસાદને કારણે આ ખાડામાં પાણી ભરાતા નજીકમાં કોઈ પ્રકારનું સાઈન બોર્ડ ન હોવાને કારણે લોકો સામાન્ય રીતે અવરજવર કરી રહ્યા હતા. તેવા સમયે એક દસ વર્ષનો બાળક અચાનક આ ખાડામાં સાયકલ સાથે પડી ગયો હતો.

ગટર માટે ઉંડી ટાંકી તૈયાર કરવામાં આવેલી હોય નજીકના લોકો સતર્કતા બતાવી ઝડપથી તે બાળકને બચાવી લીધેલ ન હોત તો આ બાળકને ગંભીર ઈજા કે મૃત્યુ પણ થઈ શકે તેમ હતી. પાલિકા દ્વારા રીપેરીંગ કામ સમયે કોઈપણ સ્થળોએ સાવધાનીના કોઈ પ્રકારના બોર્ડ લગાવવામાં આવેલ ન હોવાથી આવી ઘટનાઓ બનવા પામે છે.

અન્ય સમાચારો પણ છે...