તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તંત્ર નિદ્રાંધિન:બગસરામાં 40 લાખના ખર્ચે 11 વર્ષ પહેલાં બનેલા 10 શૌચાલયના ક્યારેય તાળા ખુલ્યા જ નહીં !!

બગસરા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ક્યારેય ઉપયોગ નથી થયો છતાં 4 લાખના ખર્ચે રીનોવેશન કરવામાં આવ્યું

બગસરામાં 11 વર્ષ પહેલા પાલિકાએ જુદાજુદા વિસ્તારમાં 40 લાખના ખર્ચે 10 શોચાલય બનાવ્યા હતા. પણ જ્યારથી શોચાલય બન્યા છે. ત્યારથી ખુલ્યા જ નથી. માત્ર અહીં તાળા લટકી રહ્યા છે. 40 લાખનો ખર્ચ થતા પણ લોકોને શોચક્રીયા માટે ઉપયોગી ન આવતા આ ખર્ચ પાણીમાં ગયો છે. બગસરા નગરપાલિકાએ વર્ષ 2007 થી 2009 સુધીમાં નટવરનગરમાં 2, માર્કેટીંગયાર્ડમાં 1, હુડકોમાં 1, મફતપરામાં 1, નંદીપરામાં 1, અમરેલી રોડ, નવા જીનપરા, લાતી પ્લોટ અને અલીપીર સહિતના વિસ્તારોમાં 40 લાખના ખર્ચે 10 શોચાલય બનાવ્યા હતા.

પણ શોચાલય બન્યાના 11 વર્ષના સમયમાં એક પણ શોચાલયનું તાળુ ખુલ્યું નથી. શૌચાલય નવા બન્યા ત્યારથી ખુલ્યા જ નથી. છતાં પણ નગરપાલિકાએ આ શોચાલયના રીનોવેશન માટે 4 લાખનું બિલ પાસ કરી નાખ્યું છે. પાલિકાના અણઘડ વહીવટથી લોકો ખુલ્લામાં શોચક્રીયા જવા મજબૂર બન્યા છે. નગરપાલિકામાં બેઠેલા શાસકો સામે લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો છે. હવે ક્યારે શોચાલય ખુલશે ? તેવા લોકોમાં સવાલ ઉઠી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...