આવેદન:મતદાર યાદી નોંધણીમાં ઓનલાઈન કામગીરીનો શિક્ષકોએ વિરોધ નોંધાવ્યો

બગસરા7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઓનલાઇન કામ રદ્દ કરવા બગસરા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘે મામલતદારને આવેદન પત્ર પાઠવ્યું

મતદારયાદી સંક્ષીપ્ત સુધારણા કાર્યક્રમમાં ઓનલાઈન કામગીરીનો શિક્ષકોએ વિરોધ નોંધાવ્યો છે. અહી બગસરા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘે મામલતદારને આવેદન પાઠવી મતદાર યાદી સુધારણા કામગીરીમાં ઓનલાઈન કામગીરી રદ કરવા તેમણે માંગણી કરી હતી.બગસરા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ કેયુરભાઈ ઢોલરીયાએ જણાવ્યું હતું કે રાજ્યના ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી સુધારણા કાર્યક્રમનો પ્રારંભ કરાયો છે. જેમાં નવા નામ ચડાવવા, નામ રદ કરવા અને સ્થળની ફેરબદલી સહિતની અરજીઓ આવે છે.

અહ બુથ લેવલ ઓફિસર તરીકે શિક્ષકો અને અન્ય કર્મચારીઓ આ કામગીરીમાં જોડાયા છે. અહી બુથ પર ફોર્મ ભરી મામલતદાર કચેરી સુધી પહોંચાડવાની કામગીરી કરતા હોય છે. પરંતુ સરકારે આ તમામ ફોર્મ ગરૂડા એપ્લિકેશનના માધ્યમથી ઓનલાઈન કરવાનો આદેશ કર્યો છે. અહી શિક્ષકો પર ઓફલાઈન અને ઓનલાઈન કામગીરીનું ભારણ સોંપાયું છે.જેના કારણે શિક્ષકોને મુશ્કેલી વેઠવી પડે છે. બીજી તરફ કોરોના મહામારીના કારણે શાળાઓ બંધ કરી દેવાઈ હતી.

અહી દોઢ વર્ષ બાદ ફરી શાળાઓમાં ઓફલાઈન અભ્યાસક્રમ શરૂ થયો છે. ત્યારે મતદારયાદી સુધારણા કાર્યક્રમ ઓનલાઈન કામગીરીથી શિક્ષકોને છુટકારો આપવા માટે બગસરા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘે મામલતદારને આવેદન પત્ર પાઠવી માંગણી કરી હતી. તસવીર- દર્શન ઠાકર

અન્ય સમાચારો પણ છે...