અમરેલી:મોટા મુંજીયાસરના ઉપસરપંચ ઉચાપતના કેસમાં સસ્પેન્ડ થયા

બગસરા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • DDOએ સસ્પેન્ડ કરી સભ્ય પદ પણ રદ કરી નાખતા ચકચાર

તાલુકાના મોટા મુંજીયાસર ગ્રામપંચાયતના ઉપ સરપંચ દ્વારા મજૂરીના નામે વાઉચર રૂ. ૬૩૩૬ના ખોટા બનાવીને બેન્કમાંથી રૂપિયા ઉપાડી અને  કોઈપણ પ્રકારની મજૂરી નથી ચૂકવાય  જેના વાઉચર ગ્રામ પંચાયતમાં નાખ્યા હતા. જેના અનુસંધાને  મોટા મુંજયાસરના  મહિલા  સરપંચ કૈલાસબેન સતાસીયા દ્વારા લેખિત અરજી કરી ડી.ડી.ઓને ફરિયાદ કરતા ઉચ્ચ તપાસ  આવેલ હતી. તપાસ દરમ્યાન જેમના નામે વાઉચર ઉધારવામાં આવ્યા હતા તે લોકો દ્વારા વિડીયો પુરાવા દ્વારા આવા કોઇ નાણાં ન મળ્યા હોવાનું જણાવ્યું હતું. જેથી તપાસ અધિકારી દ્વારા થયેલ તપાસ અંતર્ગત ઉપસરપંચ દ્વારા ખોટા વાઉચર બનાવીને ઉચાપત થયા હોવાનું સાબિત થતા અમરેલી જિલ્લા વિકાસ અધિકારી દ્વારા આજ ઉપસરપંચ નારણભાઇ બાવભાઈ વઘાસિયા ને તેમના ઉપસરપંચના પદ તેમજ ગ્રામ પંચાયતના સભ્ય પદેથી પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.પંચાયતના નાણાંની ઉચાપતની તપાસ દરમિયાન પણ ભારે રસાકસી સર્જાઈ હતી. જેમાં ચાર મજૂરો પૈકી બે મજૂરોએ તલાટી કમ મંત્રીને  તારીખ 8 નવેમ્બરના રોજ પૈસા ન મળ્યા હોવાનું નિવેદન આપ્યા બાદ બીજા દિવસે સોગંદનામા દ્વારા પૈસા મળ્યા હોવાનું જાહેર કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...