આંતરરાષ્ટ્રીય સ્પર્ધા:બગસરા શાળા નં-4ના વિદ્યાર્થીઓ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં જોડાયા

બગસરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોરેશિયસ, નેપાળ, શ્રીલંકા સહિત સાત દેશોના છાત્રો સાથે સ્પર્ધા કરશે

બગસરા ખાતે આવેલી સરકારી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ મેથ્સ ક્લબના સહયોગથી ઉત્તર પ્રદેશ ખાતેની આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં સ્પર્ધક તરીકે જોડાઈ સમગ્ર શિક્ષણ વિભાગનું ગૌરવ વધારેલ છે. બગસરાના જેતપુર રોડના પછાત વિસ્તારની ગણાતી સરકારી પ્રાથમિક શાળા નં-4ના વિદ્યાર્થીઓ લખનૌ ઉત્તર પ્રદેશ ખાતે તારીખ 5 થી 8 નવેમ્બર દરમિયાન યોજનારી મેક ફેર -2022 આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં સ્પર્ધક તરીકે પસંદગી પામેલ છે.

ગણિત વિજ્ઞાનના પ્રસાર માટે કામ કરતી સંસ્થા ઓલ ઇન્ડિયા રામાનુજન મેથ્સ ક્લબના ચેરમેન ડો. ચંદ્રમૌલી જોશી દ્વારા વિદ્યાર્થીઓમાંથી ગણિત અને વિજ્ઞાન વિષયનો ડર દૂર થાય તેમજ પ્રોત્સાહન આપવાના હેતુથી વિદ્યાર્થીઓને પસંદ કરવામાં આવેલ છે. આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં શાળામાંથી પાર્થ ચૌહાણ, ભાર્ગવ મિશ્રા, સંદીપ એપા, અંકિત માંડલિયા, એમ ચાર વિદ્યાર્થીઓ આ સ્પર્ધામાં હાજર રહી મોરેશિયસ, શ્રીલંકા, નેપાળ, બાંગ્લાદેશ, બ્રાઝિલ જેવા સાત દેશોના વિદ્યાર્થીઓ સાથે સ્પર્ધામાં જોડાઈને સમગ્ર શિક્ષણ વિભાગનું ગૌરવ વધારેલ છે.

વિદ્યાર્થીઓ સાથે ટીમલીડર ચીમનભાઈ ક્યાડા શાળાના આચાર્ય ડી. એમ. ઠાકર જોડાયેલ છે. આ પ્રગતિશીલ શાળાને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કે. વી. મિયાણી, નાયબ જિ. પ્રા. શિક્ષણાધિકારી જી. એમ. સોલંકી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી દિવ્યેશભાઈ દુધરેજીયા, બી.આર.સી. કોર્ડીનેટર જગદીશભાઈ વેકરીયાએ શુભેચ્છા પાઠવેલ છે.

અન્ય સમાચારો પણ છે...