તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિધા:બગસરા સ્વામિનારાયણ મંદિર ખાતે પ્રાથમિક ઓક્સિજન સારવાર કેન્દ્ર શરૂ

બગસરા10 દિવસ પહેલા
 • કૉપી લિંક
અહીં સામાજીક કાર્યકરો દ્વારા દર્દીને સતત સહયોગ અપાઇ રહ્યો છે. - Divya Bhaskar
અહીં સામાજીક કાર્યકરો દ્વારા દર્દીને સતત સહયોગ અપાઇ રહ્યો છે.
 • હાલ 56 દર્દી સારવાર લે છે, દર્દીઓને વધુ સુવિધા આપવા તૈયારી ચાલુ છે

બગસરાના કુકાવાવ રોડ પર આવેલા નૂતન સ્વામિનારાયણ મંદિર ખાતે પ્રાથમિક ઓક્સિજન સારવાર કેન્દ્રની શરૂઆત કરવામાં આવી છે. જેમાં હાલ 56 દર્દીઓને ઓક્સિજન સારવાર શરૂ કરાઇ છે. બગસરાના કુંકાવાવ રોડ પર આવેલા નૂતન સ્વામિનારાયણ મંદિર ખાતે ડો.આનંદભાઈ કામળિયા, નગરપાલિકાના ઉપપ્રમુખ રાજુભાઈ ગીડા, તેમજ રાજનભાઈ ખોરાસિયા દ્વારા પ્રાથમિક ઓક્સિજન સારવાર કેન્દ્ર સુવિધાની શરૂઆત કરવામાં આવી છે.

બગસરાના સામાજિક કાર્યકરો રાઘવભાઇ સુરાણી, ભરતભાઈ સોમાણી તથા નંદલાલભાઇ બામટા દ્વારા આ દર્દીઓને સતત સહયોગ આપવામાં આવી રહ્યો છે. 26 એપ્રિલથી શરૂ થયેલ આ સારવાર કેન્દ્રમાં અત્યાર સુધીમાં 56 દર્દીને ઓક્સિજનની સારવાર અપાઇ રહી છે. તેમજ આગામી દિવસોમાં વધુ ઓક્સીજનની વ્યવસ્થા થયે વધુ દર્દીઓને સુવિધા આપવા માટે તૈયારીઓ કરાઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો