માગણી:વિદ્યાર્થીઓના હિત માટે મંજુર થયેલ સાયન્સ કોલેજ શરૂ કરો

બગસરા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં એક પણ સરકારી કોલેજ ન હોવાથી મુશ્કેલી
  • બગસરામાં કોલેજ શરૂ કરવા ચેમ્બર દ્વારા સીએમને રજૂઆત

બગસરામાં વિદ્યાર્થીઓના હિત માટે મંજુર થયેલ સાયન્સ કોલેજને આ સત્ર થી શરૂ કરવા માટે ચેમ્બર ઓફ કોમર્સે માંગણી કરી હતી. જિલ્લામાં એક પણ સરકારી સાયન્સ કોલેજ ન હોવાથી છાત્રોને અન્ય શહેરમાં અભ્યાસ અર્થે જવું પડે છે. ચેમ્બર ઓફ કોમર્સે મુખ્યમંત્રીને પણ આ અંગે રજૂઆત કરી છે.

બગસરા ચેમ્બર ઓફ કોમર્સ જણાવ્યું હતું કે બગસરામાં ગત વર્ષે તંત્રએ સાયન્સ કોલેજ શરૂ કરવા મંજુરીની મહોર લગાવી હતી. પરંતુ કોરોના મહામારી અને મોડી મંજુરીના કારણે કોલેજ શરૂ થય ન હતી. ધોરણ 12ના પરિણામ પહેલા બગસરામાં સરકારી કોલેજ શરૂ કરવામાં આવે તો વિદ્યાર્થીઓને અન્ય શહેરમાં અભ્યાસ માટે ન જવું પડે છે.

વાલીઓને પોતાના સંતાનને ઉચ્ચ અભ્યાસ માટે વધારે પૈસા ખર્ચવા પડે છે. બગસરામાં આ સત્રથી સાયન્સ કોલેજ શરૂ થાય તો કુંકાવાવ, વડીયા, ધારી અને ખાંભા સહિતના પાંચ તાલુકાના વિદ્યાર્થીઓને કોલેજમાં અભ્યાસ કરવાનો લાભ મળશે.

અન્ય સમાચારો પણ છે...