તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:50 મણ બાજરાના રોટલા અને 40 મણ રીંગણાના શાકથી ઉજવાયો શાકોત્સવ

બગસરા20 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • બગસરામાં સ્વામિનારાયણ મંદિરે મોટી સંખ્યામાં ઉમટ્યા ભક્તોની ઉપસ્થિતી

બગસરા ખાતે સ્વામિનારાયણ મંદિર દ્વારા ભવ્ય શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બગસરાની ધર્મપ્રેમી જનતાએ કથા-કીર્તન તથા પ્રસાદનો લાભ લીધો હતો. સ્વામિનારાયણ મંદિર બગસરા દ્વારા નવનિર્મિત મંદિર ખાતે આગામી દિવસોમાં યોજાનારા મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવના ઉપલક્ષમાં આજે ભવ્ય શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વામિનારાયણ મંદિરના લક્ષ્મીપ્રસાદ સ્વામીના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં વક્તા વિવેકસ્વરૂપ સ્વામી દ્વારા શાકોત્સવના મહિમાનું વર્ણન કરવામાં આવ્યું હતું. જેમાં ધર્મના પવિત્ર ગ્રંથમાં કરવામાં આવેલ તેના ઉલ્લેખ વિશે પણ વિગતે છણાવટ કરવામાં આવી હતી.

સ્વામિનારાયણ મંદિર દ્વારા 50 મણ લોટના બાજરાના રોટલા તથા 40 મણ રિંગણાના શાકનો પ્રસાદ તૈયાર કરવામાં આવ્યો હતો. જેમાં લગભગ આઠ હજાર વ્યક્તિઓએ ભજન કીર્તન અને ભોજનનો લાભ લીધો હતો. આ તકે વિસ્તારના સંસદ નારણભાઈ કાછડીયા, ધારાસભ્ય જે.વી. કાકડિયા, કૌશિકભાઇભાઈ વેકરીયા, એ.વી. રીબડીયા સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. બગસરાની ધર્મપ્રેમી જનતાએ આ કાર્યક્રમનો લાભ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો