અકબંધ:બગસરા એસટી ડેપો મેનેજરની બદલી મોફૂક, કારણ અકબંધ

વડીયા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રથમ નિગમે જામખંભાળિયા ખાતે બદલીનો હુકમ કર્યો હતો

બગસરા ડેપોના વિવાદાસ્પદ મેનેજરની એસટી નિગમે જામખંભાળીયા ખાતે બદલીનો હુકમ કર્યો હતો. પણ કોઈ કારણોસર આ બદલીનો હુકમ રદ કરવામાં આવ્યો છે. અહીના ડેપો મેનેજર અવાર- નવાર મનસ્વી રીતે રૂટો બંધ કરતા હોવાની કર્મચારી અને મુસાફરોમાં ફરિયાદ ઉઠી હતી. જેના કારણે તેમની બદલી કરાઇ હતી. પણ અંતે આ બદલી મોફૂક રાખવામાં આવી છે. કોરોના કાળમાં એસટી વ્યવહાર પર અસર પહોંચી હતી. અને આ સમયગાળામાં શાળાઓ પણ બંધ હતી. જેના કારણે એસટીએ લોકલ રૂટ બંધ કરી દીધા હતા.

પણ હવે શાળાઓમાં ધોરણ 6 થી 12નો અભ્યાસક્રમ શરૂ થઈ ગયો છે. છતાં પણ બગસરા ડેપોમાં વિદ્યાર્થી રૂટ મનસ્વી રીતે બંધ કરી દેવાયા હોવાની ફરિયાદો ઉઠી હતી. સાથે સાથે બગસરા એસટી ડેપો મેનેજર રાવણી રૂટ માટે કર્મીને ધમકાવતા હોવાનો ઓડિયો પણ વાયરલ થયો હતો.જેના કારણે રાજ્યના એસટી નિગમે 8 અધિકારીઓની સાથે બગસરાના ડેપો મેનેજર એમ.ડી. જોષીની પણ બદલી કરી હતી. પણ અંતે કોઈ કારણોસર આ તમામ અધિકારીઓની બદલીનો હુકમ નિગમે રદ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...