સેવાકાર્ય:બગસરા અને શાપરમાં વૃદ્ધ નિરાધારને રાશન કીટ અપાઇ

બગસરા6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિચરતા સમુદાય સમર્થન મંચ સંસ્થા દ્વારા સેવાકીય કાર્ય

બગસરા અને શાપરમા વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા 20 જેટલા વૃધ્ધ, નિરાધાર, અશકત, બિમાર લાેકાેને રાશન કીટનુ વિતરણ કરવામા અાવ્યું હતુ. અા સંસ્થા દ્વારા માવજત કાર્યક્રમ અંતર્ગત 205 લાેકાેને માસિક રાશન પહાેંચાડવાના કાર્યની શરૂઅાત કરવામા અાવી છે.

વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા માવજત કાર્યક્રમ અંતર્ગત વૃધ્ધ, નિરાધાર 205 જેટલા લાેકાેને માસિક રાશન પહાેંચાડવાનુ સેવાકાર્ય કરવામા અાવી રહ્યું છે. કિષ્નકાંત મહેતા, ડાે.ઇન્દિરા મહેતા, તુષાર શાહના અાર્થિક સહયાેગથી બગસરા અને શાપર ગામે 20 જેટલા લાેકાેને રાશન કીટનુ વિતરણ કરવામા અાવ્યું હતુ.સંસ્થાના મિતલબેન અને ડિમ્પલબેનના માર્ગદર્શન હેઠળ દર મહિને રાશન કીટ અાપવામા અાવી રહી છે. અા કીટમા કરિયાણાની ચિજવસ્તુઅાે અાપવામા અાવે છે. અમરેલી જિલ્લાના સંયાેજક રમેશભાઇ મકવાણા દ્વારા અા કીટનુ વિતરણ કરાયુ હતુ. સંસ્થાના અા સેવાકાર્યથી વૃધ્ધ, નિરાધાર લાેકાેના ચહેરા પર ખુશી જાેવા મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...