બગસરામા વિજ કંપની દ્વારા આજે કોઇ પ્રકારની જાણ કર્યા વગર જ આખો દિવસ વિજકાપ લાદી દેવામા આવતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠયાં હતા. સવારે 7 વાગ્યાથી સાંજ સુધી વિજ પુરવઠો બંધ રહેતા લોકોના કામો પણ અટકી પડયા હતા જેના કારણે લોકોમા રોષ જોવા મળ્યો હતો.
શહેરમા પીજીવીસીએલ દ્વારા સવારે 7 વાગ્યાથી વિજકાપ લાદવામા આવ્યો હતો. જો કે સાંજ સુધી વિજ પુરવઠો બંધ રહેતા ભારે ઉકળાટ વચ્ચે લોકો તોબા પોકારી ઉઠયાં હતા. ખાસ કરીને બપોરના સમયે નાના બાળકો, વયોવૃધ્ધ લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. વિજ કંપની દ્વારા અગાઉ લોકોને કોઇ પ્રકારની જાણ વગર આખો દિવસ વિજકાપ લાદવામા આવ્યો હતો.
એક જ દિવસમા જાણે પ્રિમોન્સુનની કામગીરી સમેટી લેવાની હોય તેમ વિજ પુરવઠો બંધ રહેતા લોકોમા રોષ ફેલાયો હતો. આમ, વીજતંત્રની કામગીરીને સામે લોકોએ અનેક સવાલો ઉઠાવ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.