ચાલકોને મુશ્કેલી:બગસરા- જેતપુર બિસ્માર રોડ પર પેવરકામ કરો

બગસરા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મેટલિંગ કાર્ય પૂર્ણ થયા પછી કામગીરી બંધ કરાઇ હતી

બગસરા શહેરના બિસ્માર બનેલા જેતપુર રોડ પર તંત્ર દ્વારા મેટલિંગ કામ કરી દેવામાં આવ્યું હતું. પરંતુ મેટલિંગ કામને અનેક દિવસો વીતવા છતાં હજુ સુધી પેવર કામ બાકી હોય રસ્તા પર પેવર કામ કરવા માંગ ઉઠી છે. બગસરા શહેરના જેતપુર રોડ ચોમાસા પછી બિસ્માર બની ગયો હતો. તંત્ર દ્વારા રીપેરીંગ કરવાનો નિર્ણય લેવાતા સૌપ્રથમ તેના પર ડામરથી ખાડા પુરવાનું કામ કરવામાં આવ્યું હતુ.

પરંતુ એ પછીના થોડા દિવસોમાં જ વધુ ખરાબ થયેલા ભાગને તંત્ર દ્વારા નવો બનાવવા નિર્ણય લેવાયો હતો. જેમાં તાત્કાલિક ધોરણે મેટલિંગ કામ પણ શરૂ કરી દેવામાં આવેલ હતું. પરંતુ આ મેટલિંગ કામ પૂર્ણ થયાને અનેક દિવસો વીતવા છતાં પેવર કામ શરૂ ન થતા રસ્તાને નુકસાન થઈ રહ્યું છે. તેમજ વાહનચાલકો પણ મુશ્કેલી અનુભવવા લાગ્યા છે. જેથી તાત્કાલિક ધોરણે રસ્તા પર પેવર કામ પૂર્ણ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. તસવીર- દર્શન ઠાકર

અન્ય સમાચારો પણ છે...