આયોજન:રખડતી ગાય ખીલે બંધાય તે હેતુથી મારૂં ગૌ ધન મારૂં ગૌરવ કાર્યક્રમનું આયોજન

બગસરા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બગસરમાં કામધેનુ સેવા સમિતિ દ્વારા કાર્યક્રમનું આયોજન
  • ગાય આધારીત ખેતી અંગે લોકોને માર્ગદર્શન અપાશે

બગસરા કામધેનુ સેવા સમિતિ દ્વારા રખડતી ભટકતી ગાય ફરીથી ખીલે બંધાય તેવા હેતુથી 8મીએ સતવારા સમાજની વાડી ખાતે મારૂ ગૌ ધન મારૂ ગૌરવ અંતર્ગત કાર્યક્રમ યોજાશે. જેમાં તજજ્ઞોની ઉપસ્થિતિમાં ગાય આધારીત ખેતી અંગે લોકોને માર્ગદર્શન અપાશે.

ગાયના સરક્ષણ અને સંવર્ધનના બદલે ગાય જ્યા ત્યાં રખડતી ભટકતી જોવા મળે છે. તેમજ પ્લાસ્ટીક, એઠવાડ અને ફેંકી દિધેલ પસ્તી આરોગી પેટ ભરતી હોય તેવા દ્રશ્ય પણ સર્જાય છે. ઉપરાંત ગાય પ્લાસ્ટીક ખાવાથી તરફડીયા મારી મૃત્યુ પણ પામે છે. ત્યારે ગાયની આવી કફોડી હાલત અટકાવવા માટે બગસરા કામધેનુ સેવા સમિતિ દ્વારા 8મીએ સાંજે 3 થી 5 કલાકે મારૂ ગૌ ધન મારૂ ગૌરવ કાર્યક્રમનું આયોજન કર્યું છે.

આ પ્રસંગે ગાય આધારીત ખેતીના પ્રણેતા પ્રફુલભાઈ સેંજલીયા અને વિવેક સ્વરૂપ સ્વામીની ઉપસ્થિતિમાં લોકોને ગાય આધારીત ખેતી અંગેના ફાયદા ઉપરાંત ગાય આધારીત ખેતી કરવા માહિતગાર કરાશે. બગસરામાં યોજાનાર કાર્યક્રમમાં રાષ્ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ ચેરમેન ડો. કથીરીયા અને ખેડૂત અગ્રણી દિલીપભાઈ સંઘાણી જેવા આગેવાનો ઉપસ્થિત રહશે.

અન્ય સમાચારો પણ છે...