બગસરામા સાંકડી બજારાે અને શાકમાર્કેટમા વેપારીઓ દ્વારા જ કરવામા આવતી પેશકદમીના કારણે અવારનવાર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે. અનેક વખત રજુઆતાે કરવામા આવી હાેવા છતા તંત્ર દ્વારા હજુ સુધી કાેઇ પગલા લેવાતા નથી. જેના કારણે રાહદારીઓ ટ્રાફિકની આ સમસ્યાથી પિડાઇ રહ્યાં છે.
શહેરની સાંકડી બજાર અને શાકમાર્કેટમા વેપારી દ્વારા પાેતાની ચિજવસ્તુઓના સ્ટાેલ, બેનર તેમજ પતરાના બાેર્ડ અને પુતળાઓનુ બહાર ડિસ્પ્લે કરીને જાહેર માર્ગ પર દબાણ કરવામા આવી રહ્યું છે. જેને પગલે મુખ્ય બજારમા વારંવાર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે. ટ્રાફિક સમસ્યાના કારણે અનેક વખત લાેકાેમા પણ ઝઘડાઓ થાય છે.
અહીથી પસાર થતા રાહદારીઓ જયારે ટ્રાફિક જામ થાય ત્યારે વેપારીઓને વિનંતી કરે છે પરંતુ વેપારીઓ લાજવાના બદલે ગાજવા માંડે છે. છતા તંત્ર દ્વારા કાેઇ કાર્યવાહી કરવામા નથી આવતી. અનેક વખત રાહદારીઓને અકસ્માતનાે ભાેગ પણ બનવુ પડી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે બગસરાની માેટાભાગની બજારાે સાંકડી છે. ત્યારે અહી વારંવાર ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. આ પ્રશ્નનાે તાકિદે યાેગ્ય ઉકેલ આવે તેવી માંગ ઉઠી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.