બગસરામા નટવરનગર ચોકડીથી ડેરી પીપળીયા બાયપાસ સુધી પાલિકા દ્વારા એકાદ કરોડના ખર્ચે સીસીરોડ બનાવાયો હતો. આજે આ રસ્તાનુ સાંસદ પુનમબેન માડમના હસ્તે લોકાર્પણ હોય જો કે તેઓ મોડા પહોંચતા મોટાભાગના લોકો ચાલ્યા ગયા હતા. અહીના નટવરનગર ચોકડીથી ડેરી પીપળીયા ચોકડી સુધી નગરપાલિકા દ્વારા રૂપિયા એકાદ કરોડના ખર્ચે સીસીરોડનુ નિર્માણ કરાયુ હતુ. આ માર્ગ તૈયાર થઇ જતા આજે સાંસદ પુનમબેન માડમના હસ્તે બપોરના સાડા ત્રણેક વાગ્યે અહી લોકાર્પણનો કાર્યક્રમ રાખવામા આવ્યો હતો.
અહી બપોરે સાડા ત્રણેક વાગ્યે ભાજપના કાર્યકર્તાઓ અને સ્થાનિક આગેવાનો તેમજ મોટી સંખ્યામા લોકો પહોંચી ગયા હતા. પરંતુ સાંસદ પુનમબેન માડમ છેક સાંજના પાંચ વાગ્યે અહી ડોકાયા હતા. જેને પગલે લોકો તડકામા શેકાયા હતા અને ચાલતી પકડી હતી. લોકોમા પણ રાજકીય નેતાઓ પ્રત્યે અનિયમિતતાને પગલે રોષ જોવા મળ્યો હતો.
સ્થાનિક આગેવાનો પણ મુંઝવણમા મુકાયા
અહી સીસીરોડનો લોકાર્પણ કાર્યક્રમ બપોરના રખાયો હોય જેથી મોટાભાગના લોકો અહી આવી ગયા હતા. પરંતુ સાંસદ મોડા આવતા લોકોમા કચવાટ ફેલાયો હતેા જેને પગલે સ્થાનિક આગેવાનો પણ મુંઝવણમા મુકાયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.