તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લિંગ પરિવર્તન:મોટા મુંજિયાસરની અમિતા પટેલ શસ્ત્રક્રિયા કરાવી આદિત્ય પટેલ બન્યો, યુવાવસ્થામાં હોર્મોન્સના બદલાવને સ્વીકારી નિર્ણય લીધો

બગસરા8 મહિનો પહેલા
  • કૉપી લિંક
લિંગ પરિવર્તન કરાવ્યા પહેલા અને પછીની તસવીર - Divya Bhaskar
લિંગ પરિવર્તન કરાવ્યા પહેલા અને પછીની તસવીર

બગસરા તાલુકાના મોટા મુંજીયાસર ગામે રહેતી યુવતી અમિતાએ થોડા દિવસો પૂર્વે તબીબી શસ્ત્રક્રિયા દ્વારા પોતાનું લિંગ પરિવર્તન કરાવી પુરુષ બની આદિત્ય નામ ધારણ કર્યુ છે. કુદરતી રીતે રહેલી શરીરની આંતરિક રચનાને બાહ્ય સ્વરૂપ આપી નીડરતાથી સામે આવનાર અમિતા અનેક લોકો માટે ઉદાહરણ રૂપ બની છે.

ભજનિક તરીકે નામના મેળવી
બગસરા તાલુકાના મોટા મુંજીયાસર ગામે તા. 31 જાન્યુઆરી 1994ના રોજ સવજીભાઇ રફાળીયાના ઘરે પુત્રી રત્ન તરીકે અમિતાનો જન્મ થયેલો. અમિતા બાળપણથી પોતાની યુવાની સુધી અન્ય યુવતી જેમ પોતાનું જીવન ગુજારતી રહી હતી. પોતાના કોલેજ સુધીના શિક્ષણ દરમ્યાન પણ તેને અનેકવાર દીકરીના સ્વરૂપે દીકરો હોવાનું બિરુદ પણ મેળવ્યું હતું. પરંતુ પોતાની યુવાનીમાં પહોંચતા અમિતાને પોતાની આંતરિક શરીર રચનાને લીધે અનેક પ્રશ્નો ઉપસ્થિત થતા જણાયા. આ સમય દરમ્યાન અમિતાએ સારા એવા ભજનીક અને ગાયક કલાકાર તરીકેની પણ નામના મેળવી લીધી હતી.

કાયદાકીય પ્રક્રિયાને અંતે હવે આદિત્ય સવજીભાઈ રફાળીયા નામ ધારણ કર્યું છે
કાયદાકીય પ્રક્રિયાને અંતે હવે આદિત્ય સવજીભાઈ રફાળીયા નામ ધારણ કર્યું છે

દિલ્હીમાં શસ્ત્રક્રિયા કરાવી હતી
પોતાના શરીરના આંતરિક રચના તેમજ હોર્મોન્સના બદલાવ બાબતે તેણે સૌ પ્રથમ પોતાના પરિવાર સાથે ખુલ્લા મને ચર્ચા કરી હતી અને પરિવાર તરફથી સંપૂર્ણ હૂંફ અને સહકાર મળતા અમિતાએ નિર્ભયતાપૂર્વક કુદરત તરફથી મળેલી તેને આંતરિક શરીર રચનાને બાહ્ય સ્વરૂપ આપવાનો નિર્ણય કર્યો હતો.આ બાબતે તેણે દિલ્હી ખાતે હોસ્પિટલમાં લિંગ પરિવર્તનની શસ્ત્રક્રિયા કરાવી હતી. આ પછીથી પોતાને પુરુષ તરીકે સ્થાપિત કરવાની તમામ કાયદાકીય પ્રક્રિયાને અંતે હવે આદિત્ય સવજીભાઈ રફાળીયા નામ ધારણ કરેલ છે.

અમિતાએ સારા એવા ભજનીક અને ગાયક કલાકાર તરીકેની પણ નામના મેળવી લીધી હતી
અમિતાએ સારા એવા ભજનીક અને ગાયક કલાકાર તરીકેની પણ નામના મેળવી લીધી હતી

આદિત્યએ પુરુષ તરીકેનું આધારકાર્ડ મેળવ્યું
અમિતાએ લિંગ પરિવર્તન કરાવ્યા બાદ યુવક તરીકે સમાજમાં પ્રસ્થાપિત થવા જરૂરી કાંઈ ગતિવિધિઓ પણ કરી છે. પોતાનું નામ બદલવા ઉપરાંત પુરુષ તરીકેનું આધારકાર્ડ પણ મેળવેલ છે. સમાજમાં અનેક લોકો પોતાના આંતરિક અને બાહ્ય અલગ પ્રકારની શરીર રચનાને કારણે મુશ્કેલી અનુભવતા હોય છે. તેવા લોકો માટે આ ઘટના પ્રેરણા સમાન બની રહી છે.

પોતાનું નામ બદલવા ઉપરાંત પુરુષ તરીકેનું આધારકાર્ડ પણ મેળવ્યું છે
પોતાનું નામ બદલવા ઉપરાંત પુરુષ તરીકેનું આધારકાર્ડ પણ મેળવ્યું છે

ક્યારેય યુવતી હોવાનો અહેસાસ થતો ન હતો
આદિત્ય દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે યુવાવસ્થામાં પહોંચતા સુધીમાં તેને ક્યારેય આવતી હોવાનો અહેસાસ થયો ન હતો. પોતાના મનની મૂંઝવણ તેણે હિંમતપૂર્વક પરિવારને જણાવી હતી.

અન્ય સમાચારો પણ છે...