આયોજન:બગસરામાં શુક્રવારે મેગા રક્તદાન કેમ્પ યોજાશે, સર્વરોગ નિદાન કેમ્પમાં આરોગ્ય મંત્રી ઉપસ્થિત રહેશે

બગસરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

અમરેલીના વતની વસંતભઆઈ ગજેરા સ્થાપિત લક્ષ્મી ડાયમંડના 50 વર્ષ પૂર્ણ થતા શાંતાબેન હરીભાઈ ગજેરા ચેરીટેબલ ટ્રસ્ટ સુરત, અમરેલી શાંતાબા જનરલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજ દ્વારા બગસરાના ગોકુલપરા પટેલવાડી ખાતે રાજ્યના આરોગ્ય મંત્રી નિમિષાબેન સુથારના અધ્યક્ષસ્થાને શુક્રવારે મેગા રક્તદાન અને સર્વરોગ નિદાન કેમ્પ યોજાશે.

આ તકે ધારાસભ્ય જે.વી. કાકડીયા, જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયા, જિલ્લા પંચાયતના પ્રમુખ રેખાબેન મોવલીયા વિગેરે ઉપસ્થિત રહશે. કેમ્પને સફળ બનાવવા માટે રમેશભાઈ સુવાગીયા, રમેશભાઈ ગોંડલીયા, જગદીશભાઈ માંગરોળીયા, ભરતભાઈ ભાલાળા, કિરીટભાઈ નળિયાધરા, વિનુભાઈ શેખડા, મહેશભાઈ વ્યાસ, હરિભાઈ ભટ્ટી વિગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...