લોકોમાં રોષ:બગસરાનાં નટવરનગરમાં લો વોલ્ટેજની સમસ્યા : વીજ ઉપકરણોને નુકસાન થયું

બગસરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અનેક વખત રજુઆત છતાં કોઇ ઉકેલ ન આવતા લોકોમાં રોષ

બગસરાના વાેર્ડ નં-1 નટવરનગર વિસ્તારમા કેબલની સમસ્યાને લીધે લાે વાેલ્ટેજ થતા વિજ ઉપકરણાેને નુકશાન થઇ રહ્યું છે. જેના કારણે આ વિસ્તારમા રહેતા લાેકાે મુશ્કેલીમા મુકાયા છે. આ સમસ્યાના નિરાકરણ માટે અનેક વખત માૈખિક અને લેખિત રજુઆત પણ કરવામા આવી રહી છે. પરંતુ હજુ સુધી કાેઇ ઉકેલ આવ્યાે નથી.

બગસરામા નટવરનગર વિસ્તારના રામજી મંદિરથી દરબારગઢ સુધી પાછલા ઘણા સમયથી અવારનવાર લાે વાેલ્ટેજની સમસ્યા સર્જાઇ રહી છે. જેના કારણે લાેકાેના ઘરમા રાખેલા ફ્રીજ, ટીવી, ઇલેકટ્રીક માેટર, પંખા સહિત વિજ ઉપકરણાેને નુકશાન પહાેંચી રહ્યું છે. આ પ્રશ્ન અંગે અનેક વખત વિજ તંત્રમા રજુઆત કરવામા આવી છે.

આ વિસ્તારના લાેકાે જણાવી રહ્યાં છે કે વિજળીનુ બીલ બાકી હાેય તાે કનેકશન કાપવા કર્મચારીઓ તુરંત પહાેંચી જાય છે. પરંતુ લાે વાેલ્ટેજની સમસ્યા પાછલા ઘણા સમયથી છે તેનુ કાેઇ સમારકામ કરવામા નથી આવી રહ્યું. જાે આ પ્રશ્નનાે તાકિદે કાેઇ ઉકેલ નહી આવે તાે આ વિસ્તારના લાેકાેએ આંદાેલનની ચિમકી પણ ઉચ્ચારી છે.

વિજ તંત્ર પાસે હાલ કેબલનાે સ્ટાેક નથી
વિજ તંત્રના સુત્રાેએ જણાવ્યું હતુ કે આ વિસ્તારમા એક પાેલથી બીજા પાેલ સુધી અેબીસી કેબલ બળી ગયાે છે. જાે કે હાલમા કેબલનાે સ્ટાેક નથી.

અન્ય સમાચારો પણ છે...