તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરણાં:બગસરા શહેરમાં સ્ટ્રીટ લાઇટ શરૂ કરવાની માંગ સાથે કાેંગીના ધરણાં

બગસરા7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાવાઝાેડા બાદ હજુ સુધી સમારકામ ન થતા અંધારપટ્ટ, લોકોમાં રોષ

બગસરામા વાવાઝાેડા બાદ પાલિકા સંચાલિત સ્ટ્રીટ લાઇટાે બંધ છે. જેના કારણે લાેકાે અંધારપટનાે સામનાે કરી રહ્યાં છે. હજુ સુધી સ્ટ્રીટ લાઇટનુ સમારકામ કરાયુ ન હાેય અાજે શહેર કાેંગ્રેસ સમિતિ દ્વારા પ્રતિક ધરણા કરી તાકિદે સ્ટ્રીટ લાઇટ શરૂ કરવાની માંગ કરવામા અાવી હતી.

શહેરમા વાવાઝાેડા બાદ અાપાગીગાની જગ્યા નજીક સથવારાનાે ચાેરાે, અપસરા શેરી, અામદભાઇ ભટ્ટીવાળુ નાકુ, તાઇ વાડાે, વડલા ફળી, ઘાંચીવાડ, કુંકાવાવ નાકા, બાેરીચાવાસ, નટવરનગર, હનુમાપરા વિસ્તાર, અડધાે હુડકાે વિસ્તાર સહિત અનેક વિસ્તારાેમા સ્ટ્રીટ લાઇટ બંધ થઇ ગઇ હતી. વાવાઝાેડાને ઘણાે સમય વિતી ગયા બાદ પણ હજુ પાલિકા સ્ટ્રીટ લાઇટાે શરૂ કરવામા નિષ્ફળ રહી હાેય લાેકાેમા રાેષ જાેવા મળી રહ્યાે છે.

ત્યારે અાજે શહેર કાેંગ્રેસ સમિતી દ્વારા પ્રતિક ધરણા કરાયા હતા અને તાકિદે શહેરમા સ્ટ્રીટ લાઇટ શરૂ કરવામા અાવે તેવી માંગ કરવામા અાવી હતી. અા પ્રશ્ને ચીફ અાેફિસરને પણ રજુઅાત કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...