બગસરામા નગરપાલિકા સંચાલિત મેઘાણી હાઇસ્કુલમા વિદ્યાર્થીઓ પાસે કોર્ષ પુરો કરવાના બહાના હેઠળ ટયુશન ફી ઉઘરાવવામા આવી રહી હોય વાલીઓમાથી વિરોધ ઉઠયો છે. અહી વિદ્યાર્થીઓને મળતી સ્કોલરશીપમાથી આ ફી લઇ લેવામા આવી રહી છે.
અહીની મેઘાણી હાઇસ્કુલ દ્વારા ધોરણ 11-12 સાયન્સના વિદ્યાર્થીઓ પાસેથી કોર્ષ પુરો કરવાના ઓઠા હેઠળ એકસ્ટ્રા કલાસીસ ચલાવી તગડી ફી વસુલવામા આવી રહી હોવાની ફરિયાદો ઉઠી છે. આ પ્રશ્ને કોંગ્રેસના આગેવાન ચિરાગ પરમાર દ્વારા પણ આચાર્યનો સંપર્ક સાધવામા આવ્યો હતો અને આચાર્યએ તેમને જણાવ્યું હતુ કે અમારે કોર્ષ પુરા કરવા માટે બહારથી શિક્ષકોને બોલાવવા પડે છે જેના અમારે પૈસા ચુકવવા પડે છે.
અમે વિદ્યાર્થીઓને મળતી સ્કોલરશીપમાથી ટયુશન ફી લઇ રહ્યાં છીએ. વાલીઓએ જણાવ્યું હતુ કે શિક્ષકો ઇરાદાપુર્વક સત્ર દરમિયાન કોર્ષ પુરો કરતા ન હોવાથી અમારા સંતાનોને તગડી ફી આપીને નાછુટકે એકસ્ટ્રા કલાકસમા મોકલવા પડી રહ્યાં છે. વધુમા જણાવ્યું હતુ કે શાળામા સત્ર દરમિયાન કોર્ષ પુરો ન કરતા અને ફરજ પ્રત્યે બેદરકાર રહેતા શિક્ષકો સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
શાળામાં પહેલેથી બહારથી શિક્ષકો આવે છે- પાલિકા પ્રમુખ
પાલિકા પ્રમુખ પરેશભાઇએ જણાવ્યું હતુ કે શાળામા ધોરણ 11-12ના છાત્રોને જે સ્કોલરશીપ મળે છે તેમાથી પૈસા લેવામા આવે છે. તેમણે એમપણ જણાવ્યું હતુ કે શાળામા શિક્ષકો પહેલેથી જ બહારથી બોલાવવામા આવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.