વિરોધ:પાલિકાની સામાન્ય સભામાં લેવાનાર નિર્ણયના વિરોધમાં, 10મીએ બગસરા બંધનું એલાન

બગસરા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભૂગર્ભ ગટર,લાઇટ વેરો દાખલ કરવા, અટલજી પાર્ક, એમ્બ્યુલન્સ તથા જાહેર સ્મશાનોનું સંચાલન સંસ્થાઓને સોંપવા સહિતનાે કાેંગ્રેસ સમિતિ દ્વારા વિરાેધ કરાશે

બગસરા નગરપાલિકા દ્વારા આગામી સામાન્ય સભામાં લેવાનારા નિર્ણયના વિરોધમાં બગસરા શહેર તથા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા તારીખ 10ને સોમવારના રોજ બગસરા શહેર અડધા દિવસ બંધ માટે એલાન અપાયુ છે.

બગસરા નગરપાલિકા દ્વારા તારીખ 10ને સોમવારના રોજ સામાન્ય સભાનું આયોજન કરેલ છે. આ સામાન્ય સભાના એજન્ડામાં દર્શાવેલ વિગતો શહેર માટે ખૂબ જ નુકશાન કરતા હોય વિરોધ પક્ષ દ્વારા આ મુદ્દાઓ પાછા ખેંચવા માંગ કરેલ છે. સાથે સાથે બગસરા શહેર અડધા દિવસ માટે બંધનો પણ એલાન શહેર તથા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા જાહેર કરવામાં આવેલ છે. બગસરા નગરપાલિકા સત્તાપક્ષ દ્વારા બહાર પાડવામાં એજન્ડામાં ભૂગર્ભ ગટર તથા, લાઇટ વેરો દાખલ કરવા, અટલજી પાર્ક, એમ્બ્યુલન્સ તથા જાહેર સ્મશાનો નું સંચાલન સંસ્થાઓને સોંપવા, ડોર ટુ ડોર કચરાનું કલેકશન ખાનગી એજન્સીઓને આપવા વિગેરે મુદ્દાઓ વિરુદ્ધ કોંગ્રેસ દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

તેમજ ઉપરોક્ત સેવાઓ ખાનગી સંસ્થાઓને સોંપવામાં આવશે તો ભવિષ્યમાં અનેક પ્રશ્નો ઉપસ્થિત થવાની ભીતિ દર્શાવી હતી. શાસક પક્ષ આવી જવાબદારીઓમાંથી મુક્ત ન થઈ શકે ના નારા સાથે સોમવારના રોજ કોંગ્રેસ દ્વારા બગસરા બંધ જાહેર કરવામાં આવેલ છે. આ બાબતોને લઈને આગામી સામાન્ય સભા પણ તોફાની બની રહેશે તેવું જણાઈ રહ્યું છે.

સામાન્ય સભામાં અેજન્ડાના મુદ્દાઅાે અંગે નિર્ણય લેવાશે: ગીડા
સત્તા પક્ષના ઉપપ્રમુખ રાજુભાઇ ગીડા દ્વારા જણાવાયું હતુ કે એજન્ડાના મુદ્દાઓ વિચારણા માટે લેવામાં આવેલ છે. આખરે નિર્ણય સામાન્ય સભામાં તમામ સભ્યોના વિચારો જાણ્યા બાદ જ લેવામાં આવશે. તેમ જ લોકોની સુવિધાઓ વધે તે માટેના પ્રયત્ન હર હંમેશ શરૂ રાખવામાં આવશે.

પાલિકા જવાબદારીઅાે નિભાવી શકતી નથી
શહેર કોંગ્રેસ પ્રમુખ ચિરાગભાઈ પરમાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે બગસરા નગરપાલિકા પોતાની જવાબદારીઓ યોગ્ય રીતે નિભાવી ન શકતી હોવાની આ સાબિતી છે. જેથી તેમણે બધી વસ્તુઓ ખાનગી સંસ્થાઓને માટેની તૈયારી કરી છે. પરંતુ આ સુવિધાઓ યથાવત રહે તે માટે કોંગ્રેસ પૂર્ણ પ્રયત્ન કરશે.> ચિરાગભાઇ પરમાર, કોંગ્રેસ પ્રમુખ

અન્ય સમાચારો પણ છે...